Connect Gujarat
ગુજરાત

"મોંઘવારી" : પેટ્રોલ-ડીઝલ સહિત પાણી પણ મોંઘું, ઔદ્યોગિક એકમો-સિંચાઇને અપાતાં પાણીના ભાવમાં વધારો

ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ વરસતા રાજ્યભરમાં પાણીની સ્થિતિ સારી થઇ છે. રાજ્યના જળાશયોમાં હાલ 83% જેટલો જળસંગ્રહ છે

મોંઘવારી : પેટ્રોલ-ડીઝલ સહિત પાણી પણ મોંઘું, ઔદ્યોગિક એકમો-સિંચાઇને અપાતાં પાણીના ભાવમાં વધારો
X

ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ વરસતા રાજ્યભરમાં પાણીની સ્થિતિ સારી થઇ છે. રાજ્યના જળાશયોમાં હાલ 83% જેટલો જળસંગ્રહ છે, ત્યારે આગામી ઉનાળમાં સિંચાઇ માટે પાણીના પ્રશ્નો ઉદભવશે તેવી સ્થિતિ સર્જાય છે.

રાજ્ય સરકાર દ્વ્રારા વર્ષ 2007ના ઠરાવથી પાણીના દરો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં પીવાના પાણી, ઉદ્યોગો અને ખેતી માટે અલગ-અલગ દર જાહેર કરાયા હતા. જોકે, વર્ષ 2007માં ઠરાવનો અમલ કરાયો, ત્યારે પીવાના પાણી માટે દર હજાર લિટરનો દર એક રૂપિયો હતો. જે આજે 4.18 રૂપિયા થયો છે. ઉપરાંત ઉદ્યોગ એકમો માટે ત્યારે પ્રતિ હજાર લિટરે દર રૂ. 8 હતો. જે આજે રૂ. 34.52 થયો છે. પીવાના પાણીના દરમાં 14 વર્ષમાં 318%, જ્યારે ઉદ્યોગોને અપાતા પાણીના દરોમાં 331% વધારો થયો છે. આ સાથે જ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં પણ છેલ્લા 14 વર્ષમાં 117%નો વધારો થયો છે. વર્ષ 2007માં પેટ્રોલનો ભાવ સરેરાશ રૂપિયા 47થી 48 રૂપિયા પ્રતિ લિટર જ હતો, જ્યારે 2021માં તેનો ભાવ રૂ. 103થી 104ને આંબી ગયો છે.

Next Story