Connect Gujarat
ગુજરાત

જામનગર : બેન્ક કર્મચારી યુનિયને યોજી 2 દિવસની હડતાળ, કરોડો રૂપિયાનું ક્લીયરિંગ ઠપ્પ...

દેશમાં બેન્ક ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની 2 દિવસની હડતાળનો આજથી પ્રારંભ થયો છે

જામનગર : બેન્ક કર્મચારી યુનિયને યોજી 2 દિવસની હડતાળ, કરોડો રૂપિયાનું ક્લીયરિંગ ઠપ્પ...
X

જામનગરમાં બેન્ક કર્મચારી યુનિયન દ્વારા 2 દિવસ માટે બેન્કોના ખાનગીકરણ અને અન્ય પડતર પ્રશ્નો મુદે હડતાળ પાડવામાં આવી છે, ત્યારે બેંકોમાં કરોડો રૂપિયાનું ક્લીયરિંગ ઠપ્પ પડી જવાના એંધાણ વર્તાય રહ્યા છે. બેન્ક કર્મચારીઓએ હડતાળના પગલે સરકાર વિરોધ ઉગ્ર સૂત્રોચ્ચારો અને દેખાવો કર્યા હતા. દેશમાં બેન્ક ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની 2 દિવસની હડતાળનો આજથી પ્રારંભ થયો છે. આ હડતાળમાં જામનગરના 400થી વધુ બેન્કકર્મીઓ જોડાયા છે. જોકે, હડતાળના કારણે બેન્કનું કામકાજ ખોરવાય જતાં કરોડો રૂપિયાનું ક્લીયરિંગ ઠપ્પ થયું છે. બેન્ક હડતાળના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જામનગરમાં ગુજરાત બેન્ક વર્કસ યુનિયનના નેજા હેઠળ બેન્ક કર્મચારીઓ એકત્ર થઈને બેન્ક બચાવો, દેશ બચાવોના નારા સાથે બેન્કોના ખાનગીકરણનો વિરોધ દર્શાવ્યો હતો.

Next Story