Connect Gujarat
ગુજરાત

જામનગર : ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર, ભારત-તિબ્બત સંઘ મહિલા વિભાગે જિલ્લા સમહર્તાને પાઠવ્યું આવેદન

ભારત-તિબ્બત સંઘ જામનગર શહેર મહિલા વિભાગ દ્વારા ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર અને કૈલાસ માનસરોવરની મુક્તિ

જામનગર : ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર, ભારત-તિબ્બત સંઘ મહિલા વિભાગે જિલ્લા સમહર્તાને પાઠવ્યું આવેદન
X

ભારત-તિબ્બત સંઘ જામનગર શહેર મહિલા વિભાગ દ્વારા ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર અને કૈલાસ માનસરોવરની મુક્તિ માટે જિલ્લા સમહર્તાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ તા. 20 ઓક્ટોબરને કાળો દિવસ મનાવી ચાઈનીઝ વસ્તુના બહિષ્કારનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો.

વર્ષ 1962ની તા. 20મી ઓક્ટોબરના રોજ ચીને ભારત ઉપર આક્રમણ કરી દેશની સંસ્કૃતિ અને સંપત્તિને નુકશાન પોહચાડ્યું હતું. ભારત-તિબબત સંઘ દ્વારા તા. 20 ઓક્ટોબરના દિવસને કાળો દિવસ જાહેર કરી રાજ્યભરના જિલ્લા અને મહાનગરોમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, ત્યારે જામનગર ખાતે પણ ભારત-તિબ્બત મહિલા સંઘના શહેર અધ્યક્ષ ડીમ્પલ રાવલની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું. જેમાં જિલ્લા શહેર અધ્યક્ષ ડિમ્પલ રાવલ, પાયલ શર્મા, દિશીતા પંડયા, પૂર્ણિમા નંદા, રીટા ઝીંઝુવાડિયા, આશા કટારમલ, મીનાક્ષી રાયઠઠા અને પ્રાંત યુવા પાંખ પ્રદેશ મંત્રી કર્મ ઢેબર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story