Connect Gujarat
ગુજરાત

જામનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ…

જામનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ…
X

ભારતના રાષ્ટ્રપતિ તારીખ 24 અને 25 માર્ચના રોજ ગુજરાતના દ્વારકા અને જામનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રપતિના આગમનને લઈને જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા. 24 અને 25 માર્ચના 2 દિવસ દરમ્યાન ગુજરાતના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ પર આવી ગયું છે. જામનગર શહેર અને જિલ્લાના કુલ 1435 જેટલા અધિકારીઓએ અને પોલીસ જવાનો ફરજ પર ગોઠવી દેવામાં આવ્યા છે. જેમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સહિત 3 ડીવાયએસપી, તેમજ 80 જેટલા પી.આઈ., પી.એસ.આઈ., અને એ.એસ.આઈ. તથા અન્ય પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો વગેરે રૂરક્ષા વયવસ્થામાં જોડાયા છે. સાથે જ બોમ્બ સ્કોવોર્ડ, ડોગ સ્કોવોર્ડ સહિતની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિમાન માર્ગે જામનગરના એરપોર્ટ પર આવ્યા બાદ સૌપ્રથમ દેવભૂમિ દ્વારકા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યાથી પરત જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે, ત્યારે રાષ્ટ્રપતિના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

Next Story