Connect Gujarat
ગુજરાત

જામનગર જિલ્લામાં આભ ફાટ્યું

જામનગર જિલ્લામાં આભ ફાટ્યું
X

જામનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે પણ હવે મેઘરાજાની મહેર કહેર બની તૂટી રહી છે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલા વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયા છે. તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફ્લો થઈ ચુક્યાં છે. જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે ગઈકાલ રાતથી શરુ થયેલ વરસાદ અવિરત ચાલુ છે જેને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદ થતા સ્થાનિક તંત્ર દ્વારા હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ગામમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા હતા. ગામમાં પાણી ભરાઈ જતા લોકો બીજા માળે ચઢી ગયા હતા અને કેટલાક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. આ પ્રકારના વરસાદ ઇતિહાસમાં પહેલી વાર વરસ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે.


સવારે 10 વાગ્યા સુધી વરસાદની સ્થિતિ જોઈએ તો કાલાવડમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ વરસ્યો છે ધ્રોલમાં સરેરાશ 6.5 ઇંચ વરસાદ પડ્યો છે જોડીયામાં સરેરાશ 5.5 ઇંચ વરસાદ જામનગર શહેરમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ જામજોધપુર માં સરેરાશ 2.5 ઇંચ વરસાદ છેલ્લા 48 કલાક થી પંથકમાં અતિભારે વરસાદની શક્યતાને કારણે સ્થાનિક પ્રશાસન દ્વારા હાઇ એલર્ટ કરાયું જાહેર જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદના કારણે બંધ થયો છે. વોકરા અને નદી-નાળા માંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે, જેના કારણે વિજરખી પાસે કોઝવે પર પાણી ફરી વળતા જામનગર કાલાવડ હાઈવે બંધ થયો છે.

જામનગર શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. રવિવારે દિવસે તેમજ રાત્રે જામનગર તાલુકાના મોટા ભાગના ગામમાં ભારે વરસાદ વરસ્યો છે અને અતિવૃષ્ટિ ની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘણા ગામડાઓમાં નદી અને વોકરાના પાણી ઘુસી ગયા છે. લોકો જીવ બચાવવા માટે મકાનના બીજા માળે ચઢી ગયા છે. મોટાભાગના ગામડાઓના સંપર્ક થતા નથી.

જામનગર તાલુકામાં આવેલા તમામ ડેમો એક દિવસમાં છલકાઈ ગયા છે તો 2 ગરમાયુ વિસ્તારમાં ચેકડેમ તુટયાના અહેવાલ પણ સામે આવી રહયા છે પાણીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહયા છે લોકોના જીવ બચાવવા માટે NDRF, SDRFની ટીમ રવાના થઈ ગઈ છે. રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે . જ્યારે જમવા માટેના ફૂડ પેકેટ માટે સત્તા વાળા તૈયારી કરી રહ્યા છે

Next Story