Connect Gujarat
ગુજરાત

જામનગર: ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન,ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

જામનગર: ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન,ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
X

ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના અંતિમ દિવસે સાંસદ શ્રી સી.આર.પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત રહી હતી.રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ છેલ્લા ત્રણ માસમાં સરકાર અને પોલીસ તંત્રએ નક્કર કામગીરી કરી આ બદીને સમાજમાંથી દૂર કરવાની કામગીરી અભિયાનના રૂપે હાથ ધરી છે. ગુજરાતની અસ્મિતાને નુકસાન પહોંચાડનારા દરેકને સાથે મળીને જવાબ આપવા ગૃહમંત્રીએ આ તકે આહવાન કર્યું હતું અને ભવિષ્યમાં સૌરાષ્ટ્રનું ખમીર જળવાય તે રીતે સૌ સાથે મળીને કામ કરીશું તો સમાજ, સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજ્યનો વિકાસ થશે તેમ ઉમેર્યું હતું.ભૂચર મોરીની શૌર્ય ભૂમિ પર ઉપસ્થિત રહી ધન્યતા અનુભવું છું તેમ જણાવી સાંસદ સી.આર.પાટીલે કહ્યું હતું કે જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી છે ત્યારે રાજપૂત સમાજે પોતાનું બલિદાન આપીને પણ દેશ અને દેશના લોકોની રક્ષા કરી છે અને આ પરંપરા રાજપૂત સમાજ આજે પણ જાળવી રહ્યો છે તે ગૌરવની બાબત છે.આવનારી પેઢી સુધી શહીદ વીરોની શોર્યગાથા પહોંચે તે માટે કરેલ શૌર્ય કથા સપ્તાહના આયોજન બદલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ડો.જયેન્દ્રસિંહ જાડેજાને સાંસદે આ તકે અભિનંદન પાઠવ્યા હતા તેમજ આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્ષત્રિયોનો ઈતિહાસ દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Next Story
Share it