જામનગર : અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો કૃષિમંત્રીના હસ્તે શુભારંભ
રૂ. ૩૫૦૦ લાખના ખર્ચે વિકસાવવામાં આવેલ અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિ શરૂ કરાય છે

ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર જિલ્લાની જામજોધપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે ખેતરોમાં ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા પુરસ્કૃત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગની સમગ્ર રાજ્યમાં આજથી શરૂઆત કરવામાં આવી છે, ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણી પરંપરાગત ખેતી પધ્ધતિ મુજબ યુરિયા ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાથી સમય શકિત, પાણી, વીજળી અને નાણાંનો વ્યય થતો હતો. રૂ. ૩૫૦૦ લાખના ખર્ચે વિકસાવવામાં આવેલ અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિ શરૂ કરાય છે. જે અંતર્ગત ખેડૂતોને પ્રતિ એકર રૂ. ૫૦૦ની સહાય આપવામાં આવશે.
ખેડૂતોને એક વર્ષમાં મહતમ ૫ એકર જમીન માટે ૫ વખત યુરિયા ખાતર છંટકાવ કરવા માટે અન્ય કુલ રૂ. ૨૩૦૦ લાખની સહાય પણ મંજૂર કરવામાં આવી છે. પૂર્વે ખેડૂતો દ્વારા ખાતરો અને જંતુનાશક દવાઓ છાંટવામાં આવતી હતી, જેથી તેમના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાતો હતો, ત્યારે હવે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતરનો છંટકાવ કરવાથી ખેડૂતોની સમય શક્તિ, પર્યાવરણનું રક્ષણ, ડીઝલ, પાણી, વીજળીની બચત તેમજ મજૂરી ખર્ચ પણ બચશે.
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMT
જામનગરમાં સિક્કા નજીક આવેલ એલેન્ટો હોટેલમાં લાગી ભીષણ આગ
12 Aug 2022 3:43 AM GMTઆણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMT