Connect Gujarat
ગુજરાત

જામનગર : કારગિલ યુધ્ધમાં શહિદ થયેલ જવાનોના પરિજનોનું સન્માન કરી કારગિલ દિવસની ઉજવણી કરાય

જામનગર : કારગિલ યુધ્ધમાં શહિદ થયેલ જવાનોના પરિજનોનું સન્માન કરી કારગિલ દિવસની ઉજવણી કરાય
X

સમગ્ર દેશની સાથે જામનગરમાં પણ કારગિલ વિજય દિવસની ઉજવણી માજી સૈનિક મંડળ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કારગિલ યુધ્ધ સમયે જામનગરના શહિદ થયેલા જવાનના પરિવારજનોનું સન્માન કરી કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર જિલ્લા માજી સૈનિક દ્વારા આજે કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિતે કારગિલ યુધ્ધમાં જામનગરના શહીદ થયેલા વીર જવાનોના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરીને કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1999ની તા. 26 જુલાઇના દિવસે 84 દિવસનું સૌથી લાંબુ યુધ્ધ કારગિલ યુધ્ધ થયું હતું. આ યુધ્ધમાં 1367 જવાનો ઘાયલ થયા હતા અને 527 જવાનોએ શહીદી વહોરી હતી, ત્યારે જામનગર જિલ્લા માજી સૈનિક દ્વારા શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કારગિલ યુધ્ધમાં શહીદ થયેલ જામનગરના યુવા શહીદ રમેશ જોગલને શ્રધ્ધાંજલી આપી તેના પરિવારજનોનું શાલ ઓઢાડીને સન્માન કરી તેમની યશગાથા યાદ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર બિના કોઠારી, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, ડે.મેયર તપન પરમાર, મહિલા કોર્પોરેટર ડીમ્પલ રાવલ, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા સહિત માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story