Connect Gujarat
ગુજરાત

જામનગર : સોયલ ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા નિમિત્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ-પ્રમાણપત્ર એનાયત કરાયા

ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાજ્યભરમાં ઠેર ઠેર વંદે ગુજરાત વિકાસયાત્રા પહોચી રહી છે,

જામનગર : સોયલ ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા નિમિત્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ-પ્રમાણપત્ર એનાયત કરાયા
X

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં વંદે ગુજરાત વિકાસયાત્રા આવી પહોચતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જિલ્લા કલેકટરએ લોકોને કોવિડ બૂસ્ટર ડોઝ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાજ્યભરમાં ઠેર ઠેર વંદે ગુજરાત વિકાસયાત્રા પહોચી રહી છે, ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની કલેકટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સોયલ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેમ કે, કૃષિ વિભાગ તરફથી ગામના ખેડૂતોને પાક સંરક્ષણના સાધનો, બહેનોને પોષણ કીટનું વિતરણ, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને લાભો અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ છેલ્લા 2 દાયકામાં થયેલા વિકાસની ઝલક દર્શાવતી ફિલ્મ નિહાળી હતી.

કાર્યક્રમને અંતે ખેલ મહાકુંભ ૨૦૨૧, વંદે ગુજરાત ચિત્રસ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે આજે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ કોવિડ બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. જેથી આપણા કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે. દરેક ગ્રામજન કોવિડ બૂસ્ટર ડોઝ લે તે જરૂરી છે.

Next Story