Connect Gujarat
ગુજરાત

જામનગર : રિલાયન્સ ફાઉન્ડેશનની પીડિયાટ્રિક કોવિડ હોસ્પિટલનું લોકાર્પણ

જામનગર કુલ 230 બેડ સાથેની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં ઇ-ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

જામનગર : રિલાયન્સ ફાઉન્ડેશનની પીડિયાટ્રિક કોવિડ હોસ્પિટલનું લોકાર્પણ
X

જામનગર કુલ 230 બેડ સાથેની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં ઇ-ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મંત્રીઓ, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિક્રમજનક રીતે એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં 400 બેડની કોવિડ કેર સુવિધા જામનગરમાં ઊભી કર્યા બાદ, આ નવી અત્યાધુનિક પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલ રિલાયન્સ ફાઉન્ડેશનની વધુ એક મહત્વપૂર્ણ સિધ્ધિ છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ, સમગ્ર દેશમાં રસીકરણની ઝુંબેશને કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવામાં મદદ મળશે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશન આ રોગચાળા સામેની દેશની લડતમાં અગ્રેસર રહ્યું છે. અને તેના તમામ કર્મચારીઓ, તેમના પરિવારો અને સમગ્ર સમાજને મદદ કરવા અને તેમને આ ઝડપથી ફેલાતા રોગચાળા સામે રક્ષણ આપવા માટે અનેક પ્રવૃત્તિઓ અને પહેલો હાથ ધરી છે. કોવિડ અસરગ્રસ્તો માટે નિઃશુલ્ક હોસ્પિટલ સ્થાપવા ઉપરાંત, લગભગ સાત કરોડ જરૂરીયાતમંદોને ભોજન સેવા પૂરી પાડવામાં આવી તથા આ રોગચાળાનો સામનો કરવા માટે સામૂહિક રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું .

જામનગરમાં આવેલી 230 બેડની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલમાં 30 ચિલ્ડ્રન આઇ.સી.યુ, 10 નિયો-નેટલ આઇ.સી.યુ.ની સાથે વધારાનાં 22 મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ અને 10 અત્યાધુનિક વેન્ટીલેટરનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માટે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા તૈયાર છે.

Next Story
Share it