Connect Gujarat
ગુજરાત

જામનગર : રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્કોલરશીપ વિતરણ કરાય...

રોટરી ક્લબ દ્વારા અનાથ બાળકો અને વિધવા બહેનોના બાળકો માટે સ્કોલરશીપ વિતરણ અને કેરિયર ગાઈડન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર : રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્કોલરશીપ વિતરણ કરાય...
X

જામનગર શહેરમાં રોટરી ક્લબ દ્વારા અનાથ બાળકો અને વિધવા બહેનોના બાળકો માટે સ્કોલરશીપ વિતરણ અને કેરિયર ગાઈડન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદસભ્ય પૂનમ માડમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેરમાં JMC કમ્પાઉન્ડ સ્થિત રોટરી હૉલ ખાતે રોટરી ક્લબ જામનગર, શ્રી કમલાબેન ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ અને સુમરિયા ઇન્ડસ્ટ્રીઝ, મુંબઈ મિલન સી. શાહ તથા પ્રગતિપથ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી અનાથ બાળકો અને વિધવા બહેનોના બાળકોને સાંસદસભ્ય પૂનમ માડમના હસ્તે સ્કોલરશીપ વિતરણ કરવામાં આવી હતી. આ અવસરે કેરિયર ગાઈડન્સ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં કી-નોટ સ્પીકર ભાવેશ ચંદરિયા દ્વારા બાળકોને કેરિયર ગાઈડન્સ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, મેયર બિના કોઠારી, ભાજપ આગેવાન હસમુખ હિંડોચા તેમજ રોટરી ક્લબના પ્રમુખ લલિત જોશી, સેક્રેટરી હિતેશ ચંદરિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it