Connect Gujarat
ગુજરાત

કલયુગની ચોકાવનારી ઘટના' વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો "મેં મારી છોકરીને મારી નાખી છે"જાણો એક ક્રૂર માં એ કેમ ભર્યું આવું પગલુ

વડોદરાના આજવા રોડ સ્થિત કમલાનગર પાસે બપોરના સમયે બની ઘટના દીકરી ઉપર ચાકુ વડે ઉપરા છાપરી હુમલો કર્યાં બાદ માતાએ જ પોલીસને જાણ કરી 13 વર્ષીય દીકરીના પેટ, ગરદન, બન્ને હાથ અને પગ ઉપર અસંખ્ય ચાકુના ધા ઝીંક્યા

કલયુગની ચોકાવનારી ઘટના વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો મેં મારી છોકરીને મારી નાખી છેજાણો એક ક્રૂર માં એ કેમ ભર્યું આવું પગલુ
X

માં જેણે ભગવાન કરતા પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. જે માં (Mother) પોતાની કોખમાં બાળકને નવ મહિના સુધી ઉછેરી તેને પગભર બનાવી, તેની આંગળી પકડી ચાલતા શીખવાડે, દુનિયાની સમજ આપે, સારૂ ખોટુ તેની સમજ આપે તે માં ક્યારેય પોતાના બાળકની હત્યા કરવાનો વિચાર એક ક્ષણ માટે પણ તેના માનમાં લાવે ખરી ? જોકે આ પ્રકારના કિસ્સાઓ જવલ્લે જ જોવા મળતા હોય છે. જેમાં એક માં પોતાના બાળકની હત્યા કરે, જોકે આ આવી જ એક ધટના વડોદરામાં (Vadodara) બની છે. જ્યાં એક માંએ પોતાની 13 વર્ષીય દીકરીના શરીર ઉપર અસંખ્ય ચાકૂના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારવાની પુરેપુરી કોશિષ કરી હતી. પરંતુ ઇશ્વરને તે મંજૂર ન્હોતુ.

શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમને લઇ સમગ્ર પોલીસ અને પાલિકા તંત્રક્ષ કામે લાગ્યું છે. ત્યારે આજવા રોડ સ્થિત કમલાનગર પાસે બપોરના સાડા ચાર વાગ્યાની આસપાસ એક એવી ઘટના બની, જેને સૌ કોઇને હચમચાવી નાખ્યાં છે. બપોરના સમયે વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં અચાનક ફોનની ઘંટડી વાગી ફોન ઉપાડતા જ સામેથી અવાજ આવ્યો "મેં મારી છોકરીને મારી નાખી છે"…

પોલીસ કંટ્રોલ રૂમમાં આ પ્રકારનો ફોન આવતા તાત્કાલીક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી બાપોદ પોલીસનો સ્ટાફ તાત્કાલીક સ્થળ ઉપર દોડી ગયો હતો. આ દરમિયાન લોહીમાં લથબથ ઇજાગ્રસ્ત સગીરાને સારવાર માટે 108 એમ્બ્યૂલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખાતે લાવવામાં આવી હતી. જ્યાં તેની માતા સહિત અન્ય પરિવારજનો પણ આવી પહોંચ્યાં હતા.

બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જોકે આ સમગ્ર મામલાની તપાસ સમા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઇ ભાવના પટેલને સોંપવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા હુમલાખોર માતાની પુછતાછ હાથ ધરવામાં આવી હતી. એક તરફ હોસ્પિટલના તબીબો દ્વારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત સગીરાને સારવાર આપી રહ્યાં હતા.

Next Story