Connect Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણીમાં AAPની થશે એન્ટ્રી, પાટીદાર અને મુસ્લિમ વોટબેંક કબજે કરવા કેજરીવાલ એકશનમાં

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી(AAP)ની હવે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પર નજર છે

ગુજરાત ચૂંટણીમાં AAPની થશે એન્ટ્રી, પાટીદાર અને મુસ્લિમ વોટબેંક કબજે કરવા કેજરીવાલ એકશનમાં
X

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી(AAP)ની હવે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પર નજર છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 અને 3 એપ્રિલ એમ બે દિવસ ગુજરાત આવશે.

બે દિવસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ગુજરાતની ચૂંટણી અંગેની રણનીતિ અને ચર્ચા કરશે. 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે. નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સરદાર મોલ સુધી 2 કિ.મી. સુધી કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં ગુજરાતના આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. 3 એપ્રિલના રોજ અમદાવાદમાં જ ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના ગુજરાતના મુખ્ય નેતાઓ સાથે બેઠકો કરશે.

Next Story