Connect Gujarat
ગુજરાત

ખેડા : મહેમદાવાદમાં કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યકક્ષતામાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગોકળપુરા, જરાવત, અને વાઘાવત ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

ખેડા : મહેમદાવાદમાં કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
X

ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યકક્ષતામાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગોકળપુરા, જરાવત, અને વાઘાવત ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ધોરણ ૧માં પ્રવેશતા બાળકોનું શાળામાં સ્વાગત કરી તેઓને પુસ્તકો, બેગ તથા યુનિફોર્મ આપવામાં આવ્યું હતું . આ ઉપરાંત શાળામાં દરેક ધોરણમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તથા સારી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનુ ભેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે શાળાના વિવિધ બાળકો દ્વારા સરકારની મહત્વની યોજનાઓ અને વિવિધ મુદ્દાઓ ઉપર વક્તવ્ય આપવામાં આવ્યુ હતું અને શાળાઓમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનના પાયામાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ સર્વાંગી કલ્યાણકારી યોજનાઓ છે. તેમજ બાળક જયારે માતાના ગર્ભમાં હોય અને આ દુનિયામાં આવે ત્યાં સુધીની ચિંતા ગુજરાત સરકારે કરી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જેવી અનેક યોજના થકી આજે ગુજરાતમાં ગર્ભપાત ઓછું થયું છે, આજે મોટા ભાગના ગામમાં આંગણવાડી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, લોકો પ્રાઇવેટ શિક્ષણ છોડી આજે સરકારી શાળામાં આવે છે, તેનું મૂળ કારણ સરકાર દ્વારા આપવામાં આવતી બાળકોની સંભાળ છે.

Next Story