Connect Gujarat
ગુજરાત

ખેડા : મહેમદાવાદ CHC સેન્ટર ખાતે અદ્યતન ICU વોર્ડ કેબિનટ મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો...

ખેડા જિલ્લાના મહેમદાવાદ મુકામે આવેલ સી.એચ.સી. સેન્ટર ખાતે મહેમદાવાદના ધારાસભ્ય અને સરકારના ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણના વરદ હસ્તે ત્રણ પથારી ધરાવતા અદ્યતન આઇસીયુ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ખેડા : મહેમદાવાદ CHC સેન્ટર ખાતે અદ્યતન ICU વોર્ડ કેબિનટ મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો...
X

ખેડા જિલ્લાના મહેમદાવાદ મુકામે આવેલ સી.એચ.સી. સેન્ટર ખાતે મહેમદાવાદના ધારાસભ્ય અને સરકારના ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણના વરદ હસ્તે ત્રણ પથારી ધરાવતા અદ્યતન આઇસીયુ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આઇસીયુ યુનિટ માટે મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી રૂા.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી

આ પ્રસંગે મંત્રી અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, આ સુવિધા મળવાથી મહેમદાવાદ તાલુકાના નાગરિકોને આરોગ્યલક્ષી મોટી સુવિધા ઉપલબ્ધ થઇ છે. અગાઉ ગંભીર દર્દીઓની સારવાર માટે દર્દીઓને નડિયાદ અથવા અમદાવાદ ખાતે વધુ સારવાર માટે લઇ જવામાં આવતા હતા. હવે આ સગવડ ઉભી થવાથી આ વિસ્તારના નાગરિકોને રાહત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેમદાવાદ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આ દવાખાનામાં સારી સગવડતા મળી રહેતી હોવાથી દર્દીઓને સારવારમાં રાહત રહે છે અને ખોટા ખર્ચમાં બચાવ થાય છે.

Next Story