Connect Gujarat
ગુજરાત

ખેડા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા...

પ્રધાનમંત્રી ઉજ્જવલા જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય સહાય લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

ખેડા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા...
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યંત્રીએ કપડવંજ ખાતેથી કઠલાલ અને કપડવંજ તાલુકાના રૂપિયા 94 કરોડથી પણ વધુના 70 વિકાસ કાર્યોની ભેટ ધરી છે.

આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, કોરોના કાળ પછીની આર્થિક પરિસ્થિતિમાં પણ ગુજરાત સરકારે સૌથી મોટું બજેટ આપી રાજ્યની વિકાસ યાત્રાને અવિરત જાળવી રાખી છે. નાગરિકો, ખેડૂતો સહિત ગામડાઓની તમામ પ્રકારની સમસ્યાઓનું સકારાત્મક નિરાકરણ કરવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે. જોકે, હજું પણ રાજ્યમાં કોઇ પ્રશ્ન કે, સમસ્યા હોય તો અમે તેનો નિકાલ લાવીશું.

મુખ્યમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય સહાય લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story