Connect Gujarat
ગુજરાત

ખેડા : સંધાણા ગામે કોલેરાનો કેસ નોંધાયો, જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

ખેડા : સંધાણા ગામે કોલેરાનો કેસ નોંધાયો, જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
X

ખેડા જિલ્લાના માતર તાલુકાના સંધાણા ગામ ખાતે કોલેરાનો એક કેસ આવતા તાત્‍કાલિક જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલ દવેએ ગંભીરતા સમજીને તાત્‍કાલિક કાર્યવાહિ કરી સમગ્ર સંધાણા ગામમાં જરૂરી પગલા લીધા હતા. તાત્કાલિક પગલાં સ્વરૂપે સંધાણા ગામમાં સફાઈ, પાણીના નિકાલ અને ફોગિંગ સહિતની કામગીરી આરંભી દેવામાં આવી છે.

માતર તાલુકાના સંધાણા ગામે PHCની જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્‍લા આરોગ્‍ય તંત્રના ઉચ્‍ચ અધિકારીઓએ ગામની મુલાકાત લઇ પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવેએ અસરગ્રસ્‍તના ઘરે મુલાકાત લઇ તેઓના ખબર અંતર પુછ્યા હતા તેમજ ઘરની આસપાસના વિસ્‍તારમાં સાફ-સફાઇ તેમજ પીવાના પાણીની લાઇનો, પીવાના પાણીનું કલોરીનેશન કરવા માટે સ્‍થળ પર ગ્રામ પંચાયતના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

તેઓએ તે વિસ્‍તારના નાગરિકોને પીવાના પાણીને ઉકાળીને પછી તેનો ઉપયોગ કરવો તેમજ પીવાના પાણીમાં નાખવાની કલોરીનેશનની ટીકડીઓનો પણ ઉપયોગ કરવા તથા જો કોઇ વ્‍યક્તિને તબિયત બાબતે સહેજ પણ શંકા જણાય તો તાત્કાલિક આરોગ્‍ય કેન્‍દ્રનો સંપર્ક કરવા જણાવ્‍યું હતું. તેઓએ તલાટી કમ મંત્રી તેમજ સરપંચને ગંદકીઓ દુર કરવા સાથે દવાના છંટકાવ, ઠેરઠેર ફોગિંગ અને લોકોમાં જાગ્રુતિ લાવવા જણાવ્‍યું હતું. સંધાણા PHCમાં ડોકટરો સાથે વાત કરી હતી તેમજ દવાખાનામાં જરૂરી તમામ દવાઓનો સ્‍ટોક ઉપલબ્ધ રાખવા તેમજ સમગ્ર ગામમાં કલોરીનેશનની ગોળીઓ ઘરે ઘરે આપવા જણાવ્‍યું હતું. હેલ્‍થ વિભાગના કર્મચારીઓને પણ જણાવ્‍યું હતું કે, ગામમાં ઘરે ઘરે ફરી કોલેરાનો સર્વે કરે અને આશા બહેનોની મદદથી કોલેરાના બચાવના પગલાની જાણકારી આપવા અંગે પણ સૂચન કરાયું હતું.

Next Story