Connect Gujarat
ગુજરાત

ખેડા : ગુજરાત સ્ટેમ ક્વિઝની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં 10 વિદ્યાર્થીઓની પસંદગી બદલ સન્માન કરાયું

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (ગુજકોસ્ટ),

ખેડા : ગુજરાત સ્ટેમ ક્વિઝની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં 10 વિદ્યાર્થીઓની પસંદગી બદલ સન્માન કરાયું
X

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (ગુજકોસ્ટ),ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી, ગુજરાત સરકાર પ્રેરિત ડો. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ખેડા દ્વારા ખેડા જિલ્લાની વિવિધ શાળાઓમાંથી ગુજરાત સ્ટેમ (STEM) ક્વિઝ તથા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૧માં રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોનો પ્રમાણપત્ર વિતરણ તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સ્ટેમ (STEM) ક્વિઝ નું ઉદ્ઘાટન તારીખ ૧૯-૧૨-૨૦૨૧ના રોજ ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત સરકારના શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવેલ તથા તારીખ ૦૬-૦૩-૨૦૨૨ના રોજ માનનીય મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત સાયન્સ સિટી ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યના લગભગ ૬ લાખ જેટલા બાળકોએ રજીસ્ટ્રેશન કરાવેલ જેમાથી ખેડા જિલ્લાના કુલ ૧૯૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ. જેમાથી ખેડા જિલ્લાની વિવિધ શાળાઓના કુલ ૧૦ જેટલા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ. વધુમાં જણાવવાનું કે, દર વર્ષે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના એનસીએસટીસી નેટવર્ક દ્વારા દેશભરમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવે છે. જેનું ખેડા જિલ્લામાં જિલ્લાકક્ષાએ સંકલન ડો. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે, તથા રાજ્ય કક્ષાએ ગુજકોસ્ટ દ્વારા કરવામાં આવે છે.

Next Story