Connect Gujarat
ગુજરાત

ખેડા : કેબિનેટ મંત્રીના હસ્તે ખાત્રજ મુકામે નલ સે જલ યોજનાના ખાતમુર્હૂત કરાયા...

ખેડા : કેબિનેટ મંત્રીના હસ્તે ખાત્રજ મુકામે નલ સે જલ યોજનાના ખાતમુર્હૂત કરાયા...
X

ખેડા જિલ્લાના નડિયાદ વાસ્મો આયોજિત નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે રૂ. ૫૨.૧૧ લાખના ખર્ચે મહેમદાવાદ તાલુકાના વિવિધ પરાવિસ્‍તાર જેવા કે, મોતીપુરા, મોહનપુરા, પંચવટી, સીમશાળા, મહાદેવ વિસ્‍તાર અને વાટાંવિસ્‍તારમાં વસવાટ કરતા ૮૦૦ ઘરોને પીવાનું શુધ્‍ધ પાણી મળી રહે તે માટે ૧૮ કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત ખાત્રજ ગામ મુકામે કરવામાં આવ્‍યું હતું.

પ્રજા સાથે ખભેખભા મિલાવીને તેમની દરેક સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ હર ઘર મે નલ.. હર નલ મેં જલ.. યોજના અંતર્ગત આ વર્ષના અંત સુધીમાં રાજ્યના તમામ ગામડાઓમાં પ્રત્યેક ઘરોમાં વ્યક્તિદીઠ એક દિવસમાં ૧૦૦ લિટર પાણી ઉપલબ્ધ થશે. આ સાથે નળથી શુદ્ધ, નિયમિત અને પીવાના પૂરતાં પાણીની સુવિધા પણ ઘરઆંગણે મળી રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Next Story