ખેડા : મહેમદાવાદના નવચેતન મુકામે ત્રિલોકવન-મિયાવાકી પધ્ધતિ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ યોજાયું

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇના અધ્યક્ષ સ્થાને ત્રિલોકવન-મિયાવકી પધ્ધતિ દ્વારા ઘનિષ્ઠ વનીકરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતું કે, વનીકરણ અંગેની નવચેતનાનો શુભારંભ નવચેતન ગામેથી થઇ રહયો છે. આ કામ મનરેગા યોજના અન્વયે થઇ રહયું છે. જેથી કોરોનાની મહામારીમાં જયારે નાગરિકોને રોજગારીની તકલીફ પડી રહી છે, તે આ યોજના અન્વયે ગામમાં જ રોજગારી મળશે જેથી ગ્રામજનોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે. સાથે સાથે ગામમાં જ ઘનિષ્ઠ વનીકરણ થવાથી ગામની હરીયાળીમાં વધારો થશે. કોરોનામાં શુધ્ધ ઓકિસજનની તકલીક શહેરીજનોને પડતી હતી. જે આ વનીકરણના માધ્યમથી વાતાવરણમાં ઓક્સિજનનું લેવલ વધશે.
વનીકરણ થવાથી ગામની જમીનનું ઘોવાણ પણ અટકશે. આ જિલ્લામાં આ ગામની પસંદગી થઇ છે, ત્યારે સૌ ગ્રામવાસીઓએ આ યોજનામાં જોડાઇને ઉત્તમ અને નમૂનારૂપ વનીકરણનો દાખલો જિલ્લામાં બેસાડવાનો છે. જેમાંથી પ્રેરણા લઇ જિલ્લાના અન્ય ગામોમાં પણ આ કામગીરીને અમલી બનાવી શકાય. આ વનીકરણને જાપાની પધ્ધતિથી કરવાનું હોવાથી ઝડપથી અને હવામાન તેમજ જમીનને યોગ્ય વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જેથી વૃક્ષોનો ઉછેર ઝડપથી થશે.
જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, ૧૯૭૦ પછીના દાયકામાં જાપાનીશ ગણિતશાસ્ત્રી અને સંશોધક એવા મિયાવાકીએ વાતાવરણને અનુકૂળ ઝાડ-પાનનો ઉછેર કરવાની પધ્ધતિ વિકસાવી. આ પધ્ધતિ દ્વારા વૃક્ષોનો ઉછેર ૧૦ ગણો ઝડપથી થાય છે. આ માટે તેઓને ૨૦૦૬માં પર્યાવરણવિંદનું બિરુદ પણ મળ્યું હતું. ભારત દેશમાં અનેક રાજયોમાં આ પધ્ધતિથી વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ પધ્ધતિ દ્વારા વધુ વૃક્ષોનું વાવેતર થઇ રહયું છે. આપણે આ ગામમાં આ પધ્ધતિથી અંદાજે ૧૩૫૦૦ જેટલા વૃક્ષોનો ઉછેર ત્રણ વર્ષ દરમ્યાન મનરેગા યોજના અન્વયે કરવાનો છે.
જેમાં અંદાજે રૂા.૨૫.૬૩ લાખના ખર્ચે, પ્રથમ વર્ષે ૭૬૫૦ જેટલા માનવદિનની રોજગારી પુરી પાડવાનું આયોજન છે. જયારે બીજા વર્ષે ૫૫૦૦ અને ત્રીજા વર્ષે ૫૩૦૦ જેટલા માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવનાર છે. આમ, ગ્રામજનોને ગામમાં જ રોજગારી મળતી થશે. જિલ્લા પંચાયત સદસ્ય હરમાનસિંહે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.ટી.ઝાલા, અગ્રણી સર્વ અજબસિહ, સરપંચ, મહેમદાવાદ અને ખેડાના તાલુકા વિકાસ અધિકારીઓ, નાયબ મામલતદાર સહિત અગ્રણીઓ, ખેડુત ભાઇઓ-બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT