Connect Gujarat
ગુજરાત

ખેડા : નડિયાદની મધર કેર સ્કૂલનો નવતર અભિગમ, ઘર આંગણે વિદ્યાર્થીઓને અપાય રહ્યું છે શિક્ષણ

નડિયાદની મધર કેર સ્કૂલ દ્વારા “ઘર શાળા” પ્રોજેક્ટ શરૂ, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવો પ્રયાસ

X

કોરોનાની મહામારીમાં સરકારી અને ખાનગી શાળામાંથી શિક્ષણ માટે ઓનલાઇન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે આવા સમયે બાળકો ટેકનોલોજીના અભાવે શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે રાજ્ય સરકારના ડિઝિટલ હોમ લર્નિગ વ્યવસ્થામાં મદદરૂપ થઇ શકાય તે માટે નડિયાદની મધરકેર સ્કૂલ દ્વારા એક નવતર અભિગમ અપનાવ્યો છે.

રાજ્ય સરકારના ડિઝિટલ હોમ લર્નિગ વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે નડિયાદની મધરકેર સ્કૂલ દ્વારા "ઘર શાળા" પ્રોજેકટ હેઠળ એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શાળાના શિક્ષકો જયાં રહે છે તે વિસ્તારમાં શિક્ષણ આપીને જે બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે, તેઓને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

જોકે, એક મહિના ઉપરાંતના સમયથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકારની ડિઝિટલ હોમ લર્નિંગ વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે નાનકડો પ્રયાસ છે. તેમજ લોકડાઉનમાં જે બાળકોના ઘરે મોબાઇલ, ટેબલેટ, લેપટોપ જેવા ડીઝીટલ સાધનો નથી તેવા વિદ્યાર્થીઓ માટે મધર કેર શાળાના શિક્ષક સરકારી ગાઇડલાઇનું પાલન કરી વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

જોકે, ધોરણ પ્રમાણે મુખ્ય વિષયનું જ્ઞાન તથા તેના પૂરક મટીરીયલની વ્યવસ્થા પણ તદન મફત કરવામાં આવી છે. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઇન્દિરા નગર, નીલકંઠ મહાદેવની પાછળ તેમજ વૈશાલી રોડ વિસ્તારમાં દરેક શિક્ષકના સહયોગથી સફળપૂર્વક મધરકેર શાળાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. તો સાથે જ અન્ય શિક્ષક પણ પોતાની આસપાસની સોસાયટી વિસ્તારના બાળકોને પણ વિનામુલ્યે શિક્ષણ આપે તેવા ઉમદા હેતુથી આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

આ ઝૂંબેશનો મુખ્ય હેતુ એ છે કે, જે બાળકોના માતાપિતા કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં ટ્યુશન પણ ન કરાવી શકે અને પોતે ભણેલા પણ ઓછુ હોય તો તેઓની એક મુંઝવણ હોય છે કે, પોતાનું બાળક કેવી રીતે ભણીને આગળ વધી શકે..? ત્યારે આ વિચાર નડિયાદની મધરકેર સ્કુલના ટ્રસ્ટી ચિરાગ પાઠક તેમજ બિજલ પાઠકને આવતા તેઓએ અન્ય શિક્ષકોને પણ આ સરાહનીય કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા છે.

Next Story
Share it