Connect Gujarat
ગુજરાત

નડીયાદના પ્રકુતિ પ્રેમી તબીબે વુક્ષો વાવી આખી સોસાયટીને હરિયાળી બનાવી

તબીબ નરેશ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, કુદરતે પહેલેથી જ આપણને કુદરતી ઓક્સિજન એવા વુક્ષોની ભેટ આપી હતી.

નડીયાદના પ્રકુતિ પ્રેમી તબીબે વુક્ષો વાવી આખી સોસાયટીને હરિયાળી બનાવી
X

ખેડા જિલ્લાના નડીયાદના એક પ્રકુતિ પ્રેમી તબીબ નરેશ ચુડાસમા શહેરની એક સોસાયટીમાં સ્વખર્ચે ૧૦૦થી વધુ વુક્ષો વાવી તેને હરીયાળી બનાવી દિધી છે. ઉપરાંત તેમના આ કાર્યથી પ્રભાવિત થયેલા લોકોને પણ તેઓ વિનામુલ્યે વુક્ષો વિતરણ કરી રહ્યા છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ચોમાસા પહેલા તેઓ ૧૦૦ વુક્ષો વાવી ચુક્યા છે. કોરોના કાળના સંકટમાંથી બોધપાઠ મેળવી દરેક સોસાયટીમાંથી ઓછામાં ઓછો એક સભ્ય પણ સોસાયટીને વુક્ષો રોપી હરિયાળી બનાવવાનું બીડું ઝડપે અને બાકીના સભ્યો તે વુક્ષોની હળીમળીને માવજત કરે તો સમગ્ર નડીયાદ નગર હરિયાળુ બની શકે છે, તેવી અપીલ તબીબ દ્વારા કરવામાં આવી છે.



તબીબ નરેશ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, કુદરતે પહેલેથી જ આપણને કુદરતી ઓક્સિજન એવા વુક્ષોની ભેટ આપી હતી. ક્રોકીંટના જંગલોને કારણે વુક્ષોનું નિકંદન નિકળી ગયું. હાલ કોરોનાએ જે રીતે દેશને સંકટમાં મુકી દિધો હતો. તે જતા હવે લોકોએ જાગ્રુત બનવાની જરૂર છે તેમ તેઓએ જણાવ્યું હતુ. કોરોના મહામારીમાં દર્દીઓ માટે ડોક્ટરો દેવદુત બનીને આવ્યા હતા. જોકે, કોરોનાથી થયેલ મોત, વિખુટા પડેલ પરિવારો, ઓક્સિજન મેળવવા માટેની તકલીફે દેવદુત એવા ડોક્ટર્સને પણ વ્યથિત કરી દીધા હતા. ત્યારે આ પરિસ્થિતી અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડત આપવા માટે નગરને હરિયાળુ બનાવવાની જરૂર છે. તેવા ઉમદા વિચાર સાથે નડીયાદના ડોક્ટરે એક પહેલ કરી હતી. તેમણે સૌપ્રથમ શરૂઆત પોતાની સોસાયટીમાં કરી હતી. શહેરના કિશન સમોસાના ખાંચામાં આવેલ શ્રીજીધામ સોસાયટી કે, જે કોંક્રીટની બનેલી છે તે સોસાયટીમાં સ્વખર્ચે બ્રેકરની મદદથી ખાડા ખોદી ૫૦ છોડ રોપી તેને ફાઇબરની નેટથી સુરક્ષીત કર્યા હતા. ડોક્ટરની આ પહેલથી પ્રેરાઇ અનેક યુવાઓએ પણ તેમની પાસેથી છોડ લઇને પોતાના વિસ્તારોને હરિયાળો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story