Connect Gujarat
ગુજરાત

ખેડા : આંગણવાડી કેન્દ્રોના અતિકુપોષિત બાળકોને પોષણ કિટનું વિતરણ કરાય...

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તા. ૨૧ માર્ચથી ૪ એપ્રિલ ૨૦૨૨ પોષણ પખવાડિયાની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે

ખેડા : આંગણવાડી કેન્દ્રોના અતિકુપોષિત બાળકોને પોષણ કિટનું વિતરણ કરાય...
X

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તા. ૨૧ માર્ચથી ૪ એપ્રિલ ૨૦૨૨ પોષણ પખવાડિયાની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને નડીઆદ તાલુકા પંચાયતના ગાંધી હોલ ખાતે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

સમગ્ર કાર્યક્રમમાં સંજયસિંહ મહિડા, પ્રમુખ, તાલુકા પંચાયત નડીઆદ તેમજ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ દ્વારા કમળા, મંજીપુરા, સિલોડ તથા અંધજ ગામના આંગણવાડી કેન્દ્રોના અતિકુપોષિત બાળકોને પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું. જે કિટમાં દુધનો પાવડર, સિંગદાણા, તલ, ચણા, ગોળ તેમજ દુધનું પેકેટ વિતરણ કરવામાં આવ્યું. તદ્ઉપરાંત આ પ્રસંગે હાજર અન્ય ગામોના તાલુકા પંચાયતના સદસ્યઓ દ્વારા અતિકુપોષિત બાળકોને દત્તક લઇ તેઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે દત્તક લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું. તેમ બાળ વિકાસ યોજના અધિકારી આઈ.સી.ડી.એસ. નડીઆદ ઘટક-૧ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Next Story