Connect Gujarat
ગુજરાત

ખેડા : પલાણાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન કરાયું

પલાણા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળામાં કુલ ૯ ઔદ્યોગિક એકમો એ ભાગ લીધો હતો.

ખેડા : પલાણાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન કરાયું
X

મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ, શ્રમ કૌશલ્ય વિકાસ અને તાલીમ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળાનું જિલ્લા કક્ષાનું આયોજન ખેડા જિલ્લાના પલાણા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા કરવામાં આવ્યું હતું.

પલાણા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળામાં કુલ ૯ ઔદ્યોગિક એકમો એ ભાગ લીધો હતો. જેમાં કુલ ૧૦૬ ઉમેદવારોમાંથી ૫૩ની સ્થળ પર પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ પૂજા-પાઠના ઉદાહરણ દ્વારા જણાવ્યું હતું કે, કોઈપણ સંકલ્પને સંકલનથી જ સાધી શકાય છે. આઇટીઆઈઓને આ સંકલનમાં તેમણે જોડનાર કડી ગણાવી હતી. રોજગાર માટે સરકારના અનુંબંધમ પોર્ટલની માહિતી આપતા તેમણે તમામ યુવાનોને સરકારના પ્રયત્નોમાં સહભાગીદાર થઈ સોશ્યલ મીડિયામાં સકારાત્મક બાબતોનો પ્રચાર પ્રસાર કરવાની વિનંતી કરી હતી. થોડા સમય અગાઉ મહેમદાવાદ ખાતે થયેલી બિઝનેસ મીટને યાદ કરતા જણાવ્યું હતું કે, રોજગાર આપવાના આ પ્રકારના પ્રકલ્પમાં વધુમાં વધુ નોકરીદાતાઓ સામે ચાલીને નોંધણી કરાવે એ જરૂરી છે. આ માટે તેમણે તમામ સ્તરે નીયમ મુજબ નોકરીદાતાઓને મદદ કરવાની અને તાલીમ કેન્દ્રોમાં વધુમાં રોજગાર-લક્ષી અભ્યાસક્રમો શરૂ કરાવવા માટે ખાતરી આપી હતી

Next Story