Connect Gujarat
ગુજરાત

ખેડા : પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત ખેત પેદાશોના વેચાણ અર્થે નડિયાદમાં સ્ટોર ખુલ્લો મુકાયો...

નડિયાદ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે સર્વ પ્રથમ અને ગુજરાતમાં દ્વિતિય વેચાણ કેન્દ્રને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ ખુલ્લો મુકયો હતો.

ખેડા : પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત ખેત પેદાશોના વેચાણ અર્થે નડિયાદમાં સ્ટોર ખુલ્લો મુકાયો...
X

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે સર્વ પ્રથમ અને ગુજરાતમાં દ્વિતિય વેચાણ કેન્દ્રને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ ખુલ્લો મુકયો હતો.

દેશ અને દુનિયા વિકાસના પંથે આગળ વધી રહયો છે, ત્યારે વાતાવરણની અસરો, ખેતરમાં રાસાયણીક ખાતરની મદદથી વધુ અને ઝડપી પાક ઉત્પાદન મેળવવાની હોડમાં ખેડૂત મિત્રો દ્વારા પ્રાકૃતિક ખેતી ભૂલાતી ગઇ છે. હાલ કેન્દ્ર અને રાજય સરકાર પ્રાકૃતિક ખેતી માટે અનેક પ્રયત્નો કરી રહી છે અને માનવીને પણ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી અનેક રોગમાંથી મુકત થવાની તાલાવેલી જાગી છે. આવા સમયે પ્રાકૃતિક ખેત ઉત્પાદિત કરતા ખેડૂત મિત્રોને તેઓના ઉત્પાદનમાં અદ્યતન માહિતી મળી રહે તે માટે સરકાર દ્વારા તાલીમ વર્ગોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જણાવ્યું હતું કે, આવા કેન્દ્રો ખાતેથી પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરતા ખેડૂત મિત્રો ઉત્પાદિત ખેત પેદાશોનું ડાયરેકટ વેચાણ કરી શકશે. તેઓએ નડિયાદ ગ્રામહાર્ટ ખાતે અમૃત આહાર સ્ટોલને ખુલ્લો મૂક્યો હતો. આપણો દેશ કૃષિ પ્રધાન અને ગૌ આધારીત કૃષિ ઉત્પાદન કરતો દેશ છે. પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે તો રાસાયણિક ખાતરની આડઅસરથી થતા અનેક રોગમાંથી મુક્તિ મળે અને પોષ્ટિક અનાજની મદદથી સશકત સમાજનું નિર્માણ થાય. ખેડા જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેત પેદાશો જેવી કે કૃષ્ણકમોદ, આંબામહોર, બંસીધઉ જેવા દેશી ધાન્યો, બાજરી, કઠોળ, કઠોળની દાળ, વિવિધ શાકભાજી, ગીર ગાયનું ધી, ગૌમૂત્રનો અર્ક, ગૌ ફિનાઇલ, સરગવાનો પાવડર જેવા વિવિધ રસાયણમુકત પ્રાકૃતિક ઉત્પાદનોનું સીધુ જ ગ્રાહકોને વેચાણ કરી શકે તે માટે સરકાર ધ્વારા ગ્રામહાર્ટ, માઇ મંદિર રોડ, નડિયાદ ખાતે એક દુકાનની ફાળવણી કરવામાં આવેલ છે જેનો નાગરિકોને મહત્તમ લાભ લેવા તેઓશ્રીએ જાહેર અપીલ કરી હતી.

Next Story