Connect Gujarat
ગુજરાત

ખેડા : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કલેકટરની અધ્‍યક્ષતામાં રીવ્‍યુ બેઠક યોજાય...

ખેડા : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કલેકટરની અધ્‍યક્ષતામાં રીવ્‍યુ બેઠક યોજાય...
X

વર્ષ ૨૦૧૬માં કેન્‍દ્ર સરકાર દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ હતી. આ યોજનામાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં તમામને ૨૦૨૨ સુધી રહેવાનું ઘર પુરૂ પાડવાનો સરકારનો ધ્‍યેય છે. આ યોજના હેઠળ રહેઠાણના મકાન બાંધકામ માટે લાભાર્થીને મહત્તમ રૂા. ૧,૭૭,૦૦૦/-ની સહાય કરવામાં આવેલ છે.

ખેડા જિલ્‍લા કલેકટર કે.એચ.બચાણી દ્વારા દરેક તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ પાસે આપેલ લક્ષ્‍યાંક, હાલ કેટલા કામો કયા તબક્કે છે, તથા તે પૂર્ણ કરવાની સમયમર્યાદાની માહિતી મેળવી કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓએ ગામોમાં સ્‍થળ ઉપર જઇ કામોની યાદી તૈયાર કરી, હાલ ચાલુ કામોની જાત માહિતી મેળવી સરકારની સમય મર્યાદામાં તમામ કામો પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા. તેઓએ વધુમાં વધુ સમય ફિલ્‍ડમાં રહી કામગીરી કરવા જણાવ્‍યું હતું. બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી તથા જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના ડાયરેકટરએ આવાસના કામો ઝડપથી પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ રીવ્‍યુ બેઠકમાં અધિક જિલ્‍લા કલેકટર પટેલ તથા ખેડા જિલ્‍લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Next Story