Connect Gujarat
ગુજરાત

અમદાવાદના ચાર્ટડ એકાઉન્ટનનું અપહરણ,મુખ્ય આરોપી ઝડપાયો 7 સાગરીતો ફરાર

અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસે અપહરણ સહિત અન્ય ગંભીર કલમોના ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

અમદાવાદના ચાર્ટડ એકાઉન્ટનનું અપહરણ,મુખ્ય આરોપી ઝડપાયો 7 સાગરીતો ફરાર
X

અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસે અપહરણ સહિત અન્ય ગંભીર કલમોના ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી 3.54 કરોડ રૂપિયાની લોન પાસ કરવાના બહાને લઈ છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે.પોલીસે ધરપકડ કરેલ આરોપીનું નામ તરંગ પાટડીયા છે. આરોપી તરંગ પર આરોપ છે કે તેને પોતાના ભાઈ અને પિતા સહિત અન્ય સાગરીતો સાથે મળી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 3.54 કરોડ રૂપિયા લઈ છેતરપિંડી આચરી હતી. એટલું જ નહીં ખુદ ફરિયાદીનું જ અપહરણ કરી માર મારી 1.60 કરોડ રૂપિયા લઈને પતાવટ કરવાની ધમકી આપવામાં આવી.

મહત્વનું છે કે ખુદ પકડાયેલ આરોપી તરંગના પત્નીએ પણ ઊંધા કેસમાં ભરાવી દેવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદ પોતે ચાર્ટડ એકાઉન્ટ અભ્યાસ કરી પોતાના મિત્ર સાથે વેપાર કરતો હતો. દરમ્યાનમાં વર્ષ 2020માં તરંગ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ આરોપી અને તેનો ભાઈ વિશાલ, પિતા હિતેન્દ્ર ફરિયાદીની ઓફિસ આવતા જતા અને પોતે સોનીનું કામ કરતા હોય GSTનું કામ પડે તો તમને કામ આપીશું. ત્યારબાદ ફરિયાદીને સારી જગ્યાએ રોકાણ કરવાનું કહી રૂપિયા પડાવવા શરૂ કર્યું.આમ ધીરે ધીરે ત્રણ કરોડથી વધુની રકમ લઈ સમય જતા કોઈપણ રોકડના બદલે વળતર પરત નહીં કરી છેતરપિંડી આચરી. જે અંગે ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થતાં તરંગ પાસે પૈસા પરત માગ્યા પરંતુ પરત પૈસા નહીં આપી ફરિયાદીનું જ અપહરણ કરી હોટલમાં ગાંધી રાખી માર મારીને ધમકી આપવામાં આવી. જેને પગલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા તરંગની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય આઠ આરોપીઓની નામ સામે આવતા તેમની પણ ધરપકડ કરવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Story