Connect Gujarat
ગુજરાત

કોરોનાના કેસમાં એકાએક ઘટાડો થતાં આ દિવસથી શરૂ થશે બાલમંદિર અને પ્રિ-સ્કૂલ

કોરોનાના કેસમાં એકાએક ઘટાડો થતાં આ દિવસથી શરૂ થશે બાલમંદિર અને પ્રિ-સ્કૂલ
X

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં એકાએક ચિંતાજનક ઉછાળો નોંધાયો હતો, જો કે, ત્યારબાદ છેલ્લા મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે નાના ભૂલકાઓની પ્રિ-સ્કૂલ અને બાલમંદિર શરૂ કરવાને લઈને મહત્વની જાહેરાત કરી હતી.

પત્રકાર પરિષદ સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે હવે આગામી ગુરૂવારથી રાજ્યના બાલમંદિર, આંગણવાડી તથા પ્રિ-સ્કૂલ શરૂ થઈ શકશે. જો કે, વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે તેમણે કહ્યું કે, વાલીઓની સહમતી જરૂરી છે, તો આ સાથે જ આરોગ્યની ગાઈડલાઈનનું ચોક્કસ પાલન શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવાનું રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીઓ અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.

Next Story