Connect Gujarat
ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસ: મોડે મોડે જાગેલી કોંગ્રેસે કહ્યું પ્રજાસત્તાક પર્વનું એલર્ટ હોવા છતા હથિયાર કેવી રીતે આવ્યા ?

ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા અંગે મોડે મોડે કોંગ્રેસ જાગી છે

કિશન ભરવાડ હત્યા કેસ: મોડે મોડે જાગેલી કોંગ્રેસે કહ્યું પ્રજાસત્તાક પર્વનું એલર્ટ હોવા છતા હથિયાર કેવી રીતે આવ્યા ?
X

ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા અંગે મોડે મોડે કોંગ્રેસ જાગી છે,આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ગુનેગારોને સજાની માગ સાથે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા હતા અને ભાજપ પર લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.

ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુનેગારોને સખત સજા કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે પણ 26મી જાન્યુઆરીનું રેડ એલર્ટ હોવા છતાં હથિયારો કેમ આવ્યા? સરકાર પાકિસ્તાન કનેક્શનની વાત કરે છે તો 26મી જાન્યુઆરીનું રેડ એલર્ટ ક્યાં ગયું? આ પહેલો એપિસોડ છે,

હજુ ઘણું થવાનું છે. બનાવ બાદ વીડિયો બનાવ્યા અને ભાજપ સાથે જોડાયેલા સંગઠનો લોકોને ઉશ્કેરે છે. ગોધરાકાંડ પછી જેલમાં ગયેલા લોકોના પરિવારને શું તકલીફ પડી તેની કોઈએ ચિંતા નથી કરી. બનાવ અને બનાવ બાદની ઘટનાઓ અંગે કોંગ્રેસ પક્ષ ગંભીર છે.

Next Story