Connect Gujarat
ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસ : આરોપી મૌલવીના મકાનમાંથી ગુજરાત ATSને એર ગન મળી આવી

કિશન ભરવાડ હત્યા કેસ : આરોપી મૌલવીના મકાનમાંથી ગુજરાત ATSને એર ગન મળી આવી
X

ધંધુકા ખાતે તાજેતરમાં મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો, ત્યારે 2 અજાણ્યાં ઇસમોએ આવી તેના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું, જ્યારે બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું.

કિશન હત્યા કેસ મામલે રાજ્યભરમાં માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. ભરવાડ સમાજ દ્વારા અનેક કાર્યક્રમો આપી કલેકટરથી લઈ નેતાઓ સુધી રજૂઆતો કરવામાં આવી રહી છે, ત્યારે ભરવાડ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં મૃતક કિશન અને તેના પરિવારને ઝડપી ન્યાય મળે તેમજ આરોપીઓને વધુમાં વધુ કડક સજા થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં રોજ અનેક ખુલાસો થઈ રહ્યા છે, ત્યારે આ કેસની તપાસ ગુજરાત ATSને સોંપવામાં આવી છે. ગુજરાત ATSએ આરોપીને સાથે રાખીને તપાસ હાથ ધરતા ધડાકો થયો છે. કિશન ભરવાડ હત્યા કેસમાં દિવસને દિવસે પોલીસ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી રહી છે, ત્યારે હત્યામાં સંડોવાયેલા વધું એક આરોપીની ભાવનગરના ઢસાથી ધરપકડ કરવામાં આવી છે. જોકે, આરોપી મૌલવી ઐયુબના ઘર અને મદરેસામાં તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી એર ગન અને જજબા-એ-શાહદત નામનું પુસ્તક મળી આવતા ખળભળાટ મચ્યો છે. મહત્વનું છે કે, ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ઝડપાયેલા 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો નોધવામાં આવશે. ઉપરાંત UAPA એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઇ શકે છે.

Next Story