Connect Gujarat
ગુજરાત

કચ્છ: 400 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલ 6 પાકિસ્તાની ઘુષણખોર 11 દિવસના રિમાન્ડ પર

કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી પાકિસ્તાનની બોટમાંથી હેરોઇનન 77 પેકેટ કિંમત રૂ.384 કરોડનો ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યો હતો

કચ્છ: 400 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલ 6 પાકિસ્તાની ઘુષણખોર 11 દિવસના રિમાન્ડ પર
X

તાજેતરમાં કચ્છનાં જખૌ દરિયાકાંઠેથી 400 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાઇ ગયા હતા.જેઓને આજે ભુજની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટ દ્વારા આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી પાકિસ્તાનની બોટમાંથી હેરોઇનન 77 પેકેટ કિંમત રૂ.384 કરોડનો ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યો હતોગુજરાત ATSને મળેલી બાતમી અન્વયે કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી

જ્યાં મધદરિયે જઈ પાકિસ્તાનથી ભારતમાં લઈ આવતા ડ્રગ્સના કનસાઈનમેન્ટને ઝડપી લેવાયું હતું.આ જથ્થો પંજાબ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે તેમજ કચ્છ કાંઠે રીસીવર કોડ તરીકે હરિ હરિ નો પાસવર્ડ રાખવામાં આવ્યો હતો.આજે તમામ 6 આરોપીઓને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં સ્પેશ્યલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી દ્વારા સરકાર તરફે રજુઆત કરીને આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.NDPS કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી આ દિવસો દરમ્યાન ડ્રગ્સ કોણે મોકલ્યો,કોણ લેવાનું હતું ?.નાણાકીય સપોર્ટ કોણ કરતું હતું તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવશે.દરમ્યાન મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા છ શખ્સો માત્ર મહોરા છે તેઓને વ્યક્તિદીઠ રૂ.50 હજાર આપી આ જથ્થો ભારત પહોંચડવાની જવાબદારી અપાઈ હતી જેથી મુખ્ય આકાનો પર્દાફાશ કરવો જરૂરી છે અગાઉ પણ કચ્છનાં કાંઠેથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપાઇ ચુક્યો છે

Next Story