Connect Gujarat
ગુજરાત

કચ્છ : કંડલા બંદરે પાકિસ્તાનથી આવેલો રોકસોલ્ટનો જથ્થો ઝડપાયો, કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી...

કચ્છ : કંડલા બંદરે પાકિસ્તાનથી આવેલો રોકસોલ્ટનો જથ્થો ઝડપાયો, કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી...
X

કચ્છ જિલ્લાના કંડલા બંદર ખાતે પાકિસ્તાનના રોકસોલ્ટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનથી આવતા આ કાર્ગો પર ભારે ડ્યુટી ન ભરવી પડે તે માટે કાર્ગોનું ઓરીજન દેશ દુબઈ તેમજ અન્ય દર્શાવાયું હતું.

કંડલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયા કિનારા પરનું એક મોટું બંદર છે, ત્યારે અહીના વિશાળ દરિયા કિનારે ગેરપ્રવૃત્તિ કરવા માટે છેલ્લા ઘણા સમયથી અસમાજિક તત્વો બેફામ બન્યા છે. અવારનવાર કચ્છના દરિયે ડ્રગ્સ સહિતના નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાય આવ્યો છે. કંડલા બંદર નજીક ગત મહિને આવેલા એક કન્સાઈમેન્ટમાં રોકસોલ્ટનો વિશાળ જથ્થો આવ્યો હતો, જે જથ્થો દુબઈથી લોડ કરાયો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પ્રાથમિક તપાસમાં ખરેખર તો તેનું ઓરીજન પાકિસ્તાન હોવાનું બહાર આવતા તેને રુક જાવોનો આદેશ આપી દેવાયો હતો. પથ્થર કે ક્રીસ્ટલ રુપે મળી આવતા મીઠાને સામાન્ય ભાષામાં સિંઘવ મીઠુ એટલે કે રોક સ્ટોલ કહેવાય છે. સ્વાસ્થ્યને લગતા વિવિધ ગુણો તેની સાથે જોડાયેલા હોવાના દાવાના કારણે તેની માંગ દેશભરમાં મોટા પ્રમાણમાં રહે છે, પરંતુ તેનો મહતમ જથ્થો આજના પાકિસ્તાનમાંથી આવે છે. જોકે, થોડા સમય પહેલા જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અટારી બોર્ડર પર રોકસોલ્ટના નામે દેશમાં ઘુસાડાય રહેલા હેરોઈનના જથ્થાને ઝડપી પાડ્યો હતો, ત્યારે હવે મોટા પ્રમાણમાં કચ્છના પોર્ટ પર આયાત થતા રોક સોલ્ટની ડ્યુટી સહિતની બાબતે તપાસનો સૂર ઉઠ્યો છે.

Next Story