Connect Gujarat
ગુજરાત

કરછ: સી.એમ.ભુપેન્દ્ર પટેલે સરહદી જિલ્લામાં પ્રકાશના પર્વની કરી ઉજવણી

કચ્છના ધોરડો ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરહદના સંત્રીઓ સાથે ઉમંગભેર દિપોત્સવી પર્વ મનાવ્યો હતો

કરછ: સી.એમ.ભુપેન્દ્ર પટેલે સરહદી જિલ્લામાં પ્રકાશના પર્વની કરી ઉજવણી
X

સરહદી જિલ્લા કરછ ખાતે દીપાવલી પર્વની પર્વની ઉજવણી માટે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને તેઓએ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કચ્છના ધોરડો ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરહદના સંત્રીઓ સાથે ઉમંગભેર દિપોત્સવી પર્વ મનાવ્યો હતો સફેદ રણમાં આયોજિત ત્રિરંગા કાર્યક્રમમાં હર્ષોલ્લાસ અને ઉમંગભેર જવાનો સહપરિવાર ઝુમ્યા હતા.ધોરડો ખાતે દિપોત્સવીના પાવન પર્વની ઉજવણી પ્રસંગે જવાનો અને કચ્છની ખમીરવંતી પ્રજા વચ્ચે આવવાનો આનંદ છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ જણાવ્યું હતું.

વિડિયો:- કરછ: સી.એમ.ભુપેન્દ્ર પટેલે સરહદી જિલ્લામાં પ્રકાશના પર્વની કરી ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે કુટુંબ ભાવનાથી કામ કરવાની પ્રેરણા આપી છે.ત્યારે વારે તહેવારે કુટુંબની યાદ આવે એવા દિવાળીના અવસરે અમે અહિં છીએ. આજે બોર્ડર પર કુટુંબ છે ત્યારે તેમને મળવાનો અવસર છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી જવાનોને દિપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી ત્રિરંગા થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં એરફોર્સ, BSF, આર્મી, તટરક્ષક દળ, NCC અને ગુજરાત પોલીસના જવાનો, એસ.આર.પી. અને તેમના પરિવારો, નુપુર એડકમીના કચ્છીના લોક નૃત્ય, આર્મી બેન્ડ તેમજ બી.એસ.એફ.બેન્ડ, લોક કલાકાર ભાવિન શાસ્ત્રી અને ઓસમાણ મીરના ઉમંગભેર જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષા ર્ડા.નીમાબેન આચાર્ય, માર્ગ અને મકાન, વાહન વ્યવહાર નાગરીક ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદી, વાહન વ્યવહાર રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા







Next Story