Connect Gujarat
ગુજરાત

કચ્છ: દેશનું સૌથી મોટુ ડ્રગ્સ રેકેટ! મુન્દ્રામાંથી 9 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કચ્છ: દેશનું સૌથી મોટુ ડ્રગ્સ રેકેટ! મુન્દ્રામાંથી 9 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું
X

કચ્છના મુન્દ્રામાંથી ઝડપાયેલા હેરોઈન ડ્રગ્સ કેસમાં બીજુ કંન્ટેનર ખોલતા હેરોઈનનો જથ્થો વધીને 2988.22 કિલોની પાર થઈ ગયો છે. મુન્દ્રા અદાણી બંદરેથી આયાત કરવામાં આવેલા બે કન્ટેનર અટકાવી ગાંધીધામ ડીઆરઆઈએ તપાસ કરતા કુલ 2988.22 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે.

આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 9 હજાર કરોડ હોવાનો DRI એ દાવો કર્યો છે. હાલ તો આ ડ્રગ્સનો જથ્થો કંડલા કસ્ટમ સ્ટ્રોંગ રૂમમાં જમાં કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જથ્થો વિજયવાડાથી દિલ્હી લઈ જવામાં આવતો હતો તેવુ ડીઆરઆઈની તપાસમાં સામે આવ્યું છે.

આ હેરોઈનનો જથ્થો ઈરાનના અબ્બાસ પોર્ટથી પરથી લોડ કરવામાં આવ્યો હતો જપ્ત થયેલ હેરોઈન અફઘાનિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ કાંડમાં ગાંધીધામ ડીઆરઆઈ, માંડવી ઉપરાંત અમદાવાદ, ચૈનઈ, અને દિલ્હી સુધી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

ડ્રગ્સ અફઘાનિસ્તાનમાં હસન હુસેન લિમિટેડ ફર્મ દ્વારા મોકલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ડીઆરઆઇ અને કસ્ટ ને જ્યારે કન્સાઈનમેન્ટ રોકી તપાસ કરી તો ટેલકમ પાવડરની આડમાં કરોડોનું હેરોઈન મળી આવ્યું હતું.

Next Story