Connect Gujarat
ગુજરાત

કચ્છ : જખૌના દરિયા કિનારે 'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટમાંથી 400 કરોડનું હેરોઈન ઝડપાયું, ATSએ કરી 6 લોકોની ધરપકડ

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડની ટીમે કચ્છના જખૌ દરિયા કિનારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાતમીના આધારે 'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી.

કચ્છ : જખૌના દરિયા કિનારે અલ હુસેની નામની પાકિસ્તાની બોટમાંથી 400 કરોડનું હેરોઈન ઝડપાયું, ATSએ કરી 6 લોકોની ધરપકડ
X

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડની ટીમે કચ્છના જખૌ દરિયા કિનારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાતમીના આધારે 'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું હતું. આ સાથે જ ઓપરેશન દરમ્યાન 6 પાકિસ્તાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતનો દરિયા કાંઠો જાણે ડ્રગ્સની હેરાફેરી માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો તેમ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ બેફામ બની ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયા કાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે. આ વાતની સાબિતી છેલ્લા 5 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ 8 મોટા કન્સાઈનમેન્ટ સાથે ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં પણ ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે, ત્યારે કચ્છમાં જખૌના દરિયા કાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે 'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટમાં લવાતું લગભગ 77 કિલો જેટલું હેરોઈનના જથ્થા સાથે 6 લોકોની ધરપકડ કરી છે. હાલ તો આરોપીઓને કસ્ટડીમાં લઈને તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Next Story