Connect Gujarat
ગુજરાત

કચ્છ : સરહદી જિલ્લામાં ગગડતો ઠંડીનો પારો, હાડ થીજવતી ઠંડીએ જનજીવન સ્થગિત કર્યું...

સરહદી ક્ચ્છ જિલ્લામાં ઠંડીનો પારો ઉતરોતર ગગડી રહ્યો છે. હાડ થીજવતી ઠંડી સાથે બર્ફીલા પવનોએ જનજીવન સ્થગિત કરી નાખ્યું છે.

કચ્છ : સરહદી જિલ્લામાં ગગડતો ઠંડીનો પારો, હાડ થીજવતી ઠંડીએ જનજીવન સ્થગિત કર્યું...
X

સરહદી ક્ચ્છ જિલ્લામાં ઠંડીનો પારો ઉતરોતર ગગડી રહ્યો છે. હાડ થીજવતી ઠંડી સાથે બર્ફીલા પવનોએ જનજીવન સ્થગિત કરી નાખ્યું છે.

કચ્છ જિલ્લાનું નલિયા સૌથી વધુ ઠંડુ મથક છે. બાદમાં ભુજમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. ક્ચ્છ વિશાળ જિલ્લો છે. અહીં મુખ્ય વ્યવસાય પશુપાલન છે, ત્યારે પશુઓ સીમાડામાં ઠંડીનો સામનો કરી ધ્રુજી રહ્યા છે. માલધારીઓ પણ ઠંડીની મોસમમાં મુશ્કેલી વેઠી રહ્યા છે. જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. જોકે, ખેતી માટે સારા સમાચાર છે. સવારે ગાઢ ઝાકળનો અનુભવ થાય તો સાંજે 6 વાગ્યાની સાથે અંધારું થઈ જાય છે. જેના કારણે બજારોમાં પણ ભીડ જોવા મળતી નથી. ભુજ, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભચાઉ, રાપર, લખપત અને અબડાસાના લોકો હાલમાં કચ્છની અંદર જ કાશ્મીરની ઠંડીનો સામનો કરી રહ્યા છે.

Next Story