Connect Gujarat
ગુજરાત

કચ્છ : ખાણખનીજ વિભાગની કાર્યવાહી, ઇન્ડીયા બ્રીજ નજીકથી ઓવરલોડેડ 41 વાહનો ઝડપાયા

કચ્છની સરહદના પ્રવેશદ્રાર એવા ઇન્ડીયા બ્રીજ નજીક 41 વાહનો ઓવરલોડ ઝડપાયા છે. ખાણખનીજ વિભાગ તથા પોલિસે સંયુક્ત ઓપરેશન કરી આ કામગીરી કરી હતી.

કચ્છ : ખાણખનીજ વિભાગની કાર્યવાહી, ઇન્ડીયા બ્રીજ નજીકથી ઓવરલોડેડ 41 વાહનો ઝડપાયા
X

કચ્છની સરહદના પ્રવેશદ્રાર એવા ઇન્ડીયા બ્રીજ નજીક 41 વાહનો ઓવરલોડ ઝડપાયા છે. ખાણખનીજ વિભાગ તથા પોલિસે સંયુક્ત ઓપરેશન કરી આ કામગીરી કરી હતી.

કચ્છમાં અગાઉ આ મામલે કોર્ટ કાર્યવાહી સુધીના પગલા RTO દ્વારા લેવાયા છે. તો RNB વિભાગે પણ અનેક કિસ્સામાં ઓવરલોડવાહનોથી થતી નુકશાની સંદર્ભે કાર્યવાહી કરી છે. પરંતુ ઓવરલોડ દુષણ અટક્યુ નથી. જોકે એક સમયે જ્યાં ચકલુ પણ ફરકતું ન હતું. તેવા ઇન્ડીયા બ્રીજ અંદરથી ઓવરલોડ વાહનો ઝડપાયા છે. ટુંક સમયમાં ખાવડા નજીક આવેલી આ બોર્ડર પર સોલાર પ્રોજેક્ટ શરૂ થવાનો છે. તેને લઇને હાલ રોડ બનાવવા સહિતની વિવિધ કામગીરી ચાલુ છે. પરંતુ ઓવરલોડનું દુષણ ત્યાં સુધી પણ પહોંચી ગયું છે. લાંબા સમયથી આ વિસ્તારમાં ઓવરલોડ ટ્રકો ચાલતી હોવાની ફરીયાદના આધારે RTO,ખાણખનીજ વિભાગ અને પોલિસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કરી હતી. અને ઇન્ડીયા બ્રીજ અંદરના વિસ્તારમાં ચાલતા 41 વાહનોને મેમો આપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.આ વાહનોમાં પથ્થર તેમજ કપચી હતી.

ઉલ્લેખનીય એ છે કે અગાઉ સિમેન્ટ તથા મીઠા પરિવહન માટે દોડતા આવા વાહનો સામે ખાસ કાર્યાવાહી કરાઇ હતી. પરંતુ હવે જ્યારે કચ્છમાં ખનીજનું પરિવહન વધ્યું છે. તો મોટા-મોટા પ્રોજેક્ટ આવતા ફરી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બળ મળ્યું છે. પરંતુ તેમાં ઓવરલોડનું દુષણ પણ વધ્યું છે. માત્ર એક મહિનામાં 250 થી વધુ વાહનો આવા ઝડપાયા હશે. ઓવરલોડ વાહનોને કારણે કચ્છના અનેક માર્ગો જર્જરીત બન્યા છે. અને અકસ્માતનો ભય પણ ઓવરલોડ વાહનોને લીધા થાય છે. ત્યારે છુટક કાર્યવાહી કરતા તમામ વિભાગોએ સાથે મળી કોઇ નક્કર આયોજનની જરૂર છે. ઓવરલોડ અટકશે નહી તો નખત્રાણા,ભુજ,રાપરના અનેક વિસ્તારોમાં આવા વાહનોથી રસ્તાઓ જર્જરીત બન્યાના આક્ષેપો પણ થઇ રહ્યા છે.

Next Story