Connect Gujarat
ગુજરાત

કચ્છ : ચીનથી ઈમ્પોર્ટ કરાયેલો રૂ. 20 કરોડનો ઈલેક્ટ્રોનિક સામાન મુંદ્રા પોર્ટ પર કસ્ટમે જપ્ત કર્યો

કચ્છ : ચીનથી ઈમ્પોર્ટ કરાયેલો રૂ. 20 કરોડનો ઈલેક્ટ્રોનિક સામાન મુંદ્રા પોર્ટ પર કસ્ટમે જપ્ત કર્યો
X

કચ્છ જિલ્લાના મુંદ્રા પોર્ટ પરથી ફરી એકવાર ચીનથી ઈમ્પોર્ટ કરાયેલો મીસ ડિક્લેરેશનનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં કાર્ગોમાં પ્લાસ્ટિકના રેપર જાહેર કરીને તેની જગ્યાએ મોબાઈલ સ્ક્રીન ગાર્ડ, નોન બ્રાન્ડેડ ઇયર ફોન, હેડફોન, મોબાઈલ બેટરી સહિતનો જથ્થો મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ચીનથી ઈમ્પોર્ટ કરાયેલા 8 કન્ટેનરને મુંદ્રા પોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં મીસ ડિક્લેરેશન કરીને દાણચોરીના કારસાને આબાદ ઝડપી આ કન્સાઈમેન્ટમાં રૂપિયા 30 લાખનો જથ્થો હોવાનું જાહેર કરાયું હતું. જોકે, કાર્યવાહીમાં રૂપિયા 20 કરોડ જેટલો જંગી જથ્થો સીઝ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો સાથે જ દિલ્હી અને ગાંધીધામ સ્થિત કસ્ટમ બ્રોકરની કચેરીઓમાં દરોડા પણ પડાયા છે.

મુંદ્રા કસ્ટમના એસઆઈઆઈબી વિભાગને ન્યુ દિલ્હી બેઝ્ડ કંપની ઈમ્પેક્સ ટ્રેડીંગ કંપની અને ક્રિએટિવ એસેસરીઝ દ્વારા કરાયેલી કાર્ગોની આયાત પર શંકાસ્પદ કાર્ગો હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓ ભરેલા કન્ટેનરના સામાનને એક એક કરીને બહાર કાઢી તેનું પંચનામું કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. નોન બ્રાન્ડેડ એસેસરીઝ હોવાનું જાહેર કરીને તેની અંદર બ્રાન્ડેડ વાયરલેસ બ્લુટુથ હેડફોન્સ, તેમજ બેટરી સેલ હોવાનું કહીને તેની જગ્યા મોબાઇલની બેટરી લવાઈ રહી હતી. આ ઉપરાંત બ્રાંન્ડેડ એરપોર્ટ પ્રો, એપલ એરપોર્ડ, બોટ એરપોર્ડ, રીયલમી ઈયર બડ, એપલ મોબાઈલ બેટરી, બ્લુટુથ નેકબેન્ડ, સેમસંગ મોબાઈલ બેટરી સહિતની વસ્તુઓ મળી આવી હતી.

આશ્ચર્યજનક રીતે તેમાંથી કેટલાક બ્રાન્ડેડ વસ્તુઓની કિંમત તો ઓન પેપર માત્ર 2 રૂપિયા જ દર્શાવાઈ હતી. જોકે, સમગ્ર કારસો સામે આવતા આવી રહેલા અન્ય 6 કન્ટેનર પણ કસ્ટમે ઝડપી પાડ્યા હતા. આ પ્રકરણમાં દિલ્હીના ઈમ્પોર્ટરોને, મુંબઈના ટ્રાન્સપોર્ટર સિટીઝન કેરીયર અને દિલ્હી અને ગાંધીધામ સ્થિત કસ્ટમ હાઉસ એજન્ટ સાર્ક એન્ટરપાઈઝને ત્યાં છાપેમારી કરીને તપાસ હાથ ધરી હતી. દાણચોરીના આ કારસાના મુખ્ય સુત્રધાર ઈમ્પોર્ટર કંપનીના એડ્રેસ પર કસ્ટમના અધિકારીઓ પહોંચ્યા, ત્યારે ખબર પડી કે ત્યાં તો ખુલ્લુ ખેતર છે. જ્યાં કોઇ વ્યક્તિ કે, કંપની નથી. જેમાં એડ્રેસ, બેન્ક એકાઉન્ટ, આધારકાર્ડ તમામ ખોટી માહિતીઓ આ કારસામાં વપરાય હોવાનું સામે પણ આવ્યું હતું.

Next Story