Connect Gujarat
ગુજરાત

કચ્છ : લાભ પાંચમના શુભ દિવસે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમા આચાર્યના હસ્તે કાંટા પૂજન કરાયું..

ભૂકંપ બાદ વેપારીઓએ ખૂબ મહેનત કરીને આ જથ્થાબંધ બજાર ઉભું કર્યું છે, ત્યારે લાભ પાંચમના શુભ મુહુર્તમાં કાંટા પૂજન કરવામાં આવ્યું

કચ્છ : લાભ પાંચમના શુભ દિવસે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમા આચાર્યના હસ્તે કાંટા પૂજન કરાયું..
X

લાભ પાંચમના શુભ દિવસે કચ્છ જિલ્લાના ભુજના જથ્થાબંધ બજારમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નીમા આચાર્યના હસ્તે કાંટા પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ એપીએમસી ખાતે કાંટા પૂજન સાથે વેપારીઓએ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્યએ જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ વેપારીઓએ ખૂબ મહેનત કરીને આ જથ્થાબંધ બજાર ઉભું કર્યું છે, ત્યારે લાભ પાંચમના શુભ મુહુર્તમાં કાંટા પૂજન કરવામાં આવ્યું હતું. અહીઁ ખૂબ મોટા વેપારો થતા હોય છે તથા ખેડૂતોને પણ તેમના પાકના સારા ભાવ મળતા હોય છે. વેપારીઓમાં નવા વર્ષના વેપારને લઈને અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા વર્ષના પહેલા દિવસે 4 કરોડ રૂપિયાના સોદા થયા હતા. જેમાં સૌથી પહેલો વેપાર મગનો કરવામાં આવ્યો હતો. લાભ પાંચમથી વિધિવત રીતે કચ્છની એપીએમસી બજારો અને જથ્થાબંધ બજારો પણ ખુલી છે, ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ ખરીદી માટે આગળ આવતા બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે.

Next Story