Connect Gujarat
ગુજરાત

કચ્છ : રૂ. 5.31 કરોડના ખર્ચે ખરીદાએલ 36 એમ્બ્યુલન્સને મુખ્યમંત્રીએ લીલીઝંડી આપી...

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી.

કચ્છ : રૂ. 5.31 કરોડના ખર્ચે ખરીદાએલ 36 એમ્બ્યુલન્સને મુખ્યમંત્રીએ લીલીઝંડી આપી...
X

આજરોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિવિધ ગ્રાન્ટો પૈકી 15માં નાણાપંચની રૂ. 3.02 કરોડની 21, રૂ. 1 કરોડની ડીએમએફ ગ્રાન્ટની 7, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ. 85.81 લાખની 5 અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 થઇને રૂ. 43.15 લાખની 3 આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ 36 એમ્બ્યુલન્સ રૂ. 5.31 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે, ત્યારે અહીના વિસ્તારની દ્રષ્ટિએ હરિયાણા અને કેરળ જેવા રાજયથી પણ મોટા એવા કચ્છ જિલ્લામાં વિશાળ અંતરના કારણે આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા પુરી પાડવામાં અગત્યનું સાધન બનશે.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી મનસુખ માંડવિયા, વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમા આચાર્ય, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા પ્રભારીમંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારા, જિલ્લા અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, અંજાર ધારાસભ્ય વાસણ આહિર, ગાંધીધામ ધારાસભ્ય માલતીબે મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલા ભંડેરી, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, અગ્રણી કેશુ પટેલ, મહેન્દ્ર પટેલ, કલેકટર પ્રવિણા ડી.કે, પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંઘ, ડીવાયએસપી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ જનક માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story