Connect Gujarat
ગુજરાત

કચ્છ : ત્રણ પૈડાવાળી સાયકલ સાથે નાના બાળકોએ યોજી તિરંગા યાત્રા, લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ...

નાના બાળકો પણ ત્રણ પૈડાવાળી સાયકલ સાથે તિરંગા યાત્રા યોજી દેશભક્તિની અનોખી અદા રજૂ કરી હતી.

કચ્છ : ત્રણ પૈડાવાળી સાયકલ સાથે નાના બાળકોએ યોજી તિરંગા યાત્રા, લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ...
X

કચ્છ જિલ્લાના ભુજ શહેરના નરસિંહ મહેતા નગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સોસાયટીના નાના બાળકો પણ ત્રણ પૈડાવાળી સાયકલ સાથે તિરંગા યાત્રા યોજી દેશભક્તિની અનોખી અદા રજૂ કરી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ભુજ શહેરની નવી રાવલ વાળી સ્થિત નરસિંહ મહેતા નગરના નાના ભૂલકાઓ પણ ત્રણ પૈડાવાળી સાયકલ દ્વારા તિરંગા યાત્રા નગરમાં ફેરવી હતી. દેશભક્તિના ગીતો સાથે આ નગરયાત્રા નગરની શેરીઓમાં ફરી હતી. શેરી નંબર 5 ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં બાળકો હોંશભેર ત્રણ પૈડાવાળી સાયકલમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના ગીતો લલકારી અને તિરંગા યાત્રામાં જોડાયા હતા.

ત્રણ પૈડાવાળી સાયકલ સાથે તિરંગા યાત્રામાં બાળકોમાં પણ દેશ પ્રેમ અત્યારથી જાગૃત થાય તેવા ઉમદા હેતુ સાથે નરસિંહ મહેતા નગરમાં બાળકોએ ત્રણ પૈડાવાળી સાયકલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નગરના અગ્રણી દર્શક અંતાણી, જેન્તી ડુડીયા, ઘનશ્યામ લાખાણી, કાર્તિક અંતાણી, શિવાંગ અંતાણી તેમજ મહિલાઓમાં સ્મિતા અંતાણી, સ્વાતિ ડુડીયા, ભૂમિ અંતાણી, દક્ષા ડુડીયા, વિમળા મંગે, ઉમા સોની, કલ્પના સોની, પૂજા સોની વિગેરે જોડાયા હતા. જોકે, નાના બાળકોએ યોજેલી તિરંગા યાત્રા સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Next Story