Connect Gujarat
ગુજરાત

કરછ: રૂ.65 લાખના લૂંટ કેસમાં તપાસ ઝડપી બનાવવા આઈ.જી.ને કરાય રજૂઆત

કારમાં આંગડિયાના રૂ. 65લાખની રોકડ હતી તેમજ આરોપીઓ ભાવિનના ગળામાંથી સોનાની ચેઇન પણ ખેંચી ગયા હતા

કરછ: રૂ.65 લાખના લૂંટ કેસમાં તપાસ ઝડપી બનાવવા આઈ.જી.ને કરાય રજૂઆત
X

અંજારમાં આંગડીયા પેઢીના સંચાલક સાથે થયેલી લૂંટની ઘટનામાં તપાસ ઝડપી બનાવવા ,તેમજ ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવા બાબતે આઇ. જી ને રજુઆત કરવામાં આવી છે. ગત તારીખ 23 ઓગસ્ટના અંજાર શહેરના પી.જે.મિસ્ત્રી વાળી ગલીમા એન. આર. આંગડિયા પેઢીના સંચાલક ભાવિન તુલસીદાસ ભીંડે મોડી સાંજે ઓફીસનું કામ પતાવી ઘરે જવા કારમાં નીકળ્યા હતા, તે સમયે ચોરીની બાઇક લઈને આરોપીઓએ કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જે અંગેની બોલાચાલી દરમિયાન બે અજાણ્યા ઈસમોએ આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ભીંડેની આંખમાં મરચાની ભૂકી નાખી તેને કારમાંથી બહાર કાઢીને કાર હંકારી ગયા હતા. કારમાં આંગડિયાના રૂ. 65લાખની રોકડ હતી તેમજ આરોપીઓ ભાવિનના ગળામાંથી સોનાની ચેઇન પણ ખેંચી ગયા હતા

બીજા દિવસે સવારે લૂંટમાં ગયેલી કાર ભચાઉ તાલુકાના ચીરઈ નજીક સર્વિસ રોડ પરથી બિન વારસી હાલતમાં મળી આવી હતી આરોપીઓએ લૂંટમાં જે બાઈકનો ઉપયોગ કર્યો હતો તે બે દિવસ પહેલા અંજાર શહેરમાંથી ચોરાઈ હતી પણ પોલીસે તેની સમયસર ફરિયાદ નોંધી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ કેસમાં ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે.

Next Story