Connect Gujarat
ગુજરાત

કચ્છ : વ્યાજખોરોના ત્રાસે યુવાનનો આપઘાત, હતભાગીએ વિડિયો બનાવી આપવીતી વર્ણવી...

કુખ્યાત વ્યાજખોર અને તેના સાગરીતોના ત્રાસના કારણે જ યુવાને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું

કચ્છ : વ્યાજખોરોના ત્રાસે યુવાનનો આપઘાત, હતભાગીએ વિડિયો બનાવી આપવીતી વર્ણવી...
X

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પૂર્વે હતભાગી યુવાને વિડિઓ બનાવી પોતાની આપવીતી વર્ણવી હતી. મળતી માહિતી અનુસાર, અંજારની કુખ્યાત વ્યાજખોર અને તેના સાગરીતોના ત્રાસના કારણે જ યુવાને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. અનિશ અનિલ સાંજી નામના યુવાને દોઢ વર્ષ પહેલા વ્યાજે 30 હજાર રૂપિયા લીધા હતા.

જેની મુદ્દલ વ્યાજ સાથે ચૂકવવા છતાં આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સાથે જ રૂ. 7 લાખના ચેક બાઉન્સ કરાવી કોર્ટ કેસ કરાયો હતો. જેમાં 5 વ્યાજખોરોના ત્રાસથી યુવાને ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા ફરિયાદ નોંધાય તે પહેલા જ વ્યાજખોર આરોપીઓ અંજાર મુકીને નાસી ગયા હતા, જે મામલે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it