Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજના દરબાર ગઢમાં ખોદાય હતી પ્રથમ ખીલી, રાજવી પરંપરા અનુસાર કરાયું ખીલી પૂજન.

કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરનો આજે 474મો સ્થાપના દિવસ છે, ત્યારે આજના દિવસે ભુજની જ્યાં પ્રથમ ખીલી ખોદાઈ હતી

કચ્છ : ભુજના દરબાર ગઢમાં ખોદાય હતી પ્રથમ ખીલી, રાજવી પરંપરા અનુસાર કરાયું ખીલી પૂજન.
X

કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરનો આજે 474મો સ્થાપના દિવસ છે, ત્યારે આજના દિવસે ભુજની જ્યાં પ્રથમ ખીલી ખોદાઈ હતી, તેવા દરબાર ગઢમાં ખીલી પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે કેક કાપીને ભુજના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

રાજવી પરંપરા અનુસાર, ભુજના પ્રથમ નાગરિક એવા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર અને કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા દરબાર ગઢ ખાતે ખીલી પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ આ સ્થળે કેક કાપીને ભુજના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભૂકંપ સહિતની કુદરતી આપદાઓ અને સુખ દુઃખ સહન કર્યા પછી પણ આ શહેર અડીખમ ઉભું છે. ભુજ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તેવો મત પણ મહાનુભાવો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ભુજ શહેર મહાનગરપાલિકા બને તેવી ઇચ્છા દર્શાવી આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. નોંધનીય છે કે, આજે જ્યારે ભુજનો સ્થાપના દિવસ છે, ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા ભુજ મહાનગરપાલિકા બને તેવી વાતો કરવામાં આવે છે. પરંતુ આજદિન સુધી આ કિસ્સામાં કોઈ હકારાત્મક કામગીરી કે, પ્રયાસો કરવામાં આવ્યા નથી. જેથી આ મુદ્દો માત્ર પ્રચાર અને પ્રસિદ્ધિ માટે જ સીમિત રહી ગયો છે.

Next Story