Connect Gujarat
ગુજરાત

કચ્છ : ધ્રાંગધ્રા તાલુકાના ચુલી પાસે સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના મોત

ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે એક રિક્ષાને કચ્છ તરફ જતા અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારતા અકસ્માત થયો સર્જાયો

કચ્છ : ધ્રાંગધ્રા તાલુકાના ચુલી પાસે સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના મોત
X

ગત મોડી રાત્રે કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે એક રિક્ષાને કચ્છ તરફ જતા અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારતા અકસ્માત થયો સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

જ્યારે બે મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હોસ્પિટલ પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર તેમજ ઇજાગ્રસ્ત લોકો ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના છે. ખાનગી કંપનીમાં કામ કરતા આ મહિલાઓ કામ કર્યા બાદ પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી.

Next Story