કચ્છ : જિંદાલ કંપની વિરુદ્ધ ગ્રામજનો દ્વારા ધરણા
2 આંદોલનકારીની તબિયત લથડતા સારવાર હેઠળ.

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે જિંદાલ કંપની વિરુદ્ધ સ્થાનિક રોજગારી મુદ્દે ગ્રામજનો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ દરમ્યાન બે આંદોલનકારીઓની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સરકારનો નિયમ હોવા છતાં જીંદાલ કંપની દ્વારા નાના કપાયા ગામના લોકોને રોજગારી આપવામાં આવતી નથી. જેથી રોજગારીની માંગ માટે 10 દિવસથી કંપની સામે ગ્રામજનો દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન છાવણીમાં ધરણા કરનારાઓ દ્વારા અન્નનો ત્યાગ કરવામાં આવ્યો હતો, ત્યારે સવારથી ઉપવાસ પર બેઠેલા ધરણા કરનારાઓ પૈકી બે લોકોની તબિયત બગડતા 108 મારફતે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, છેલ્લા દસેક વર્ષથી વધુ સમયથી જિંદાલ કંપનીમાં નોકરી કરતા લોકોને હજી સુધી કંપનીમાં કાયમી કરવામાં આવ્યા નથી. તો કંપની દ્વારા કાઢવામાં આવતા દૂષિત પાણીનો પણ કોઈ નિકાલ થતો નથી. જેથી વિવિધ સમસ્યાઓ અંગે ગામના માજી સરપંચ અને હાલ ગ્રામ પંચાયતના સદસ્યના નેતૃત્વમાં ધરણા ચાલી રહ્યા છે. જેમાં બે વ્યક્તિની તબિયત લથડતા આંદોલન હવે વધુ ઉગ્ર બનશે તેવું ચર્ચાઇ રહ્યું છે. જોકે, કંપની દ્વારા હજી સુધી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી.
અમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 425 નવા કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત
16 Aug 2022 4:04 PM GMTસુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMTવડોદરા : સાવલી નજીકથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાય, ગુજરાત ATSએ કરોડો...
16 Aug 2022 12:29 PM GMT