Connect Gujarat
ગુજરાત

કચ્છને મળશે માં નર્મદાનું પાણી, બજેટમાં પાણીથી સિંચાઈ માટે આટલા કરોડની યોજનાને મંજૂરી મળી

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું

કચ્છને મળશે માં નર્મદાનું પાણી, બજેટમાં પાણીથી સિંચાઈ માટે આટલા કરોડની યોજનાને મંજૂરી મળી
X

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર યોજના નું કામ મહદંશે પૂર્ણ થતા 69 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇ સમગ્ર રાજ્ય જળ સુરક્ષા નું કવચ મળ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના 1371 કિલોમીટર લંબાઈના 24 પેકેજની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે 1150 કિલોમીટર પાઇપલાઇનના 7 પેકેજોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી 53 જળાશયો, 130 જેટલા તળાવો અને 800 કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલા છે. જેને લઈને રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવેલ છે. આ યોજના માટે સરકારે 710 કરોડ જોગવાઈ કરી છે બજેટમાં કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ.4369 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 1.14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે રૂ. 272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. તેમજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત રૂ. 1600 કરોડની કસરા દાંતીવાડા પાઈપલાઈનની કામગીરી થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોને પૂરક સિંચાઇનો લાભ આપવા જોગવાઈ રૂ.93 કરોડ તેમજ બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ આપવા પ્રગતિ હેઠળની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે જોગવાઈ રૂ. 70 કરોડ ઉપરાંત વાત્રક નદીમાંથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાઓના 72 તળાવો થકી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. 186 કરોડની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના 30 તળાવોથી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.કચ્છને મળશે માં નર્મદાનું પાણી, બજેટમાં પાણીથી સિંચાઈ માટે આટલા કરોડની યોજનાને મંજૂરી મળી

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર યોજના નું કામ મહદંશે પૂર્ણ થતા 69 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇ સમગ્ર રાજ્ય જળ સુરક્ષા નું કવચ મળ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના 1371 કિલોમીટર લંબાઈના 24 પેકેજની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે 1150 કિલોમીટર પાઇપલાઇનના 7 પેકેજોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી 53 જળાશયો, 130 જેટલા તળાવો અને 800 કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલા છે. જેને લઈને રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવેલ છે. આ યોજના માટે સરકારે 710 કરોડ જોગવાઈ કરી છે બજેટમાં કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ.4369 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 1.14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે રૂ. 272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. તેમજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત રૂ. 1600 કરોડની કસરા દાંતીવાડા પાઈપલાઈનની કામગીરી થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોને પૂરક સિંચાઇનો લાભ આપવા જોગવાઈ રૂ.93 કરોડ તેમજ બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ આપવા પ્રગતિ હેઠળની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે જોગવાઈ રૂ. 70 કરોડ ઉપરાંત વાત્રક નદીમાંથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાઓના 72 તળાવો થકી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. 186 કરોડની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના 30 તળાવોથી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Next Story