Connect Gujarat
ગુજરાત

વિધાનસભા સત્રમાં સરકારે આપ્યા સિંહ અને દીપડા ચિંતા જનક આંકડા

ગુજરાત વિધાનસભાના સત્રમાં સરકારે વન્ય પ્રાણીઓ ને લઈને માહિતી આપી હતી કે, બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે.

વિધાનસભા સત્રમાં સરકારે આપ્યા સિંહ અને દીપડા ચિંતા જનક આંકડા
X

ગુજરાત વિધાનસભાના સત્રમાં સરકારે વન્ય પ્રાણીઓ ને લઈને માહિતી આપી હતી કે, બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે. કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં છે. જ્યારે અકુદરતી મૃત્યુ મા 67 દીપડા અને 23 બાળ દીપડાના મોત થયાં છે.

રાજ્યમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં દીપડાનો આતંક વધ્યો છે. દીપડા દ્વારા માણસ પર થયેલા હુમલાના 85 બનાવો બન્યા છે. જેમાં 9 લોકોના મોત અને 79 લોકો ઘાયલ થયાં છે. બીજા એક સવાલ મા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 112 સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે જેમાંથી 7 સિંહોના મોત નિપજ્યાં છે. ગુજરાતમાં સિંહ અને દીપડાના મોત અંગે ચિંતાજનક આંકડાઓ સામે આવ્યાં છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયાં છે. છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહોના થયા મૃત્યુ થયાં છે. બીજી તરફ બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે.

જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે. કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં છે. જ્યારે અકુદરતી મૃત્યુમા 67 દીપડા અને 23 બાળ દીપડાના મોત થયાં છે. ગીર અભયારણ્યમાં બે વર્ષમાં 14 કરોડની આવક થઈ હોવાનું પણ સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું.

Next Story