Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ,વાંચો કૃષિ મંત્રીએ શું કરી જાહેરાત

કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ વિશે કહ્યુ કે, કમલમ ફળનું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતો ને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂપિયા 3 લાખ ની સહાય અપાશે.

રાજ્યમાં કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ,વાંચો કૃષિ મંત્રીએ શું કરી જાહેરાત
X

ગુજરાત સરકારે ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) નું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂપિયા 1000 લાખ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂપિયા 650 લાખની આર્થિક સહાય કરશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ વિશે કહ્યુ કે, કમલમ ફળનું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતો ને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂપિયા 3 લાખ ની સહાય અપાશે. અનુ.જન.જાતિ-અનુ.જાતિના ખેડૂતો ને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂપિયા 4.50 લાખની સહાય અપાશે. ત્યારે ગુજરાતના ખેડૂતોને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળવાથી અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે ગુજરાત સરકારે રાજ્યમાં કમલમ ફળનું વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂપિયા 1000 લાખની આર્થિક સહાય નો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. સામાન્ય જાતિના ખેડૂતો ને હેક્ટર દીઠ મહત્તમ રૂપિયા 3 લાખ તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિ ખેડૂતોને હેકટરદીઠ મહત્તમ રૂપિયા 4.50 લાખની સહાય માટે કુલ રૂપિયા 1000 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણ માટે, બાગાયતી માળખાકીય સુવિધા ઉભા કરવા, વર્મી કમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ જેવા વિવિધ ઘટકો મા આર્થિક સહાય માટે વ્યક્તિગત ખેડૂત, FPO, FPC, રજીસ્ટર ટ્રસ્ટ ને મહત્તમ કુલ રૂપિયા 50 લાખની સહાય માટે કુલ રૂપિયા 650 લાખનો કાર્યક્રમ શરૂ કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

Next Story
Share it