Connect Gujarat
ગુજરાત

મહીસાગર : કડાણા ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો, ડેમને એલર્ટ સ્ટેજ પર મુકાયો

મહીસાગર : કડાણા ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો, ડેમને એલર્ટ સ્ટેજ પર મુકાયો
X

મહીસાગર જિલ્લાાના ક્ડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે કડાણા જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કડાણા ફ્લડ સેલના જણાવ્યા પ્રમાણે કડાણા બંધનું આજે તા.૨૬/૯/૨૧ના રોજ સવારે ૦૫.૦૦ કલાક સુધીનું લેવલ ૪૧૫.૦૦ ફુટ થયું છે. જળાશયની પાણીનો સંગ્રહ ૧૧૨૫.૨૪ MCM નોંધાયો છે. ક્ડાણા જળાશયની પૂર્ણ સપાટી ૪૧૯.૦૦ ફૂટ (૧૨૭.૭૧ મીટર) છે. જેથી જળાશય ૯૦ ટકાથી વધુ ભરાયો હોઇ હાઈ એલર્ટ સ્ટેજ (High Alert Stage) જાહેર કરવામા આવેલ છે. યોજનાના સ્ત્રાવ ક્ષેત્રમાં થતાં સારા વરસાદને લઈને જળાશયની સપાટી ક્રમશઃ વધવા સંભવ છે.

આ યોજનાના અસરગ્રસ્ત ખાનપુર તાલુકાના ૧૬, લુણાવાડા તાલુકાના ૬૩, તથા કડાણા તાલુકાના ૨૭ નીચાણવાળા વિસ્તારના ગામોના સંબંધિત સરપંચશ્રીઓ તલાટી સ્ત્રીઓને નાગરિકોને આ અંગે સાવચેતીના તમામ પગલા લેવા નિવાસી અધિક કલેકટર શ્રી મહિસાગર લુણાવાડા દ્વારા જણાવાયું છે.

Next Story